આવતીકાલે સવારે દેશભરની લોકસભાની ચૂંટણી માટે મતગણતરી કરવામાં આવનાર છે ત્યારે VVPAT સહિતની મશીનરીને લઈ બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીના ચૂંટણી એજન્ટ અનિમેષ દેસાઈએ ચૂંટણી પંચને ફરીયાદ કરી છે.
અનિમેષ દેસાઈએ કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે 23-બારડોલી લોકસભાની સામાન્ય ચૂંટણીના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીના ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત રહ્યો છું, ગત તારીખ 23મીના રોજ બારડોલી લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ દિવસે વિવિધ બૂથો પર સમગ્ર લોકસભા મતવિસ્તારના સીયુ, બીઓ તથા VVPAT બદલવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
અનિમેષ દેસાઈએ કહ્યું કે આજે 158-કામરેજ વિધાનસભામાં મતદાનના દિવસે જે બૂથો પર સીયુ અને VVPAT મૂકવામાં આવ્યા હતા તે સીયુ અને VVPAT પંચ તરફથી મળેલી યાદી સાથે મેચ થઈ રહ્યા નથી. ચૂંટણી દરમિયાન બગડેલા 2 કંટ્રોલ યુનિટ અને 2 વિવિપેટ મશીનો કામરેજ વિધાનસભામાં બદલાયા હોવાની કરી ફરિયાદ કરી છે.
તુષાર ચૌધરીના ચૂંટણી એજન્ટ અનિમેષ દેસાઈએ માંગ કરી છે કે સીયુ અને VVPATની તપાસ કરવામા આવે. કામરેજ વિધાનસભા ઉપરાંત અન્ય 6 વિધાનસભામાં પણ આવું થયું હોવાનું ધ્યાને આવ્યું છે. મતદાનના દિવસ બાદ બદલાયેલા સીયુ, બીયુ અને VVPATના બૂથોના VVPATની ગણતરી કરવા માંગણી કરવામાં આવી છે. અનિમેષ દેસાઈએ 16મી મેના રોજની ફરિયાદને પણ ધ્યાને લેવા માંગ કરાઈ છે.