હવામાન વિભાગે ગુજરાતના અમુક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે ભારે પવન સાથે કમૌસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે મગફળી, કેરી અને તલ જેવા પાકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શનિવારે સાંજે અમદાવાદના વાતવરણમાં પલ્ટો આવ્યો હતો અને શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પણ કમૌસમી વરસાદની સ્થિતિ સર્જાઈ હતી.