સુરત ટેક્સટાઈલ માર્કેટના નામે ફાયરીંગના વીડિયોનું સત્ય જાણો

સોશિયલ મીડિયામાં સુરત ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજની નીચે એક કારને આંતરી બીજી કારમાં શૂટરો આડેધડ ગોળીઓ છોડી રહ્યા છે તેવો વીડિયો વાયરલ થયો છે. સુરત ટેક્સટાઈ માર્કેટ વિસ્તારમાં આવા પ્રકારનો કોઈ બનાવ બન્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર સુરતના નામે ફેક વીડિયો વાયરલ કરી ભારે હોબાળો મચાવી સસ્તી પબ્લીસીટી મેળવી સુરતને આવી રીતે કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમકાલીન આવા પ્રકારના હિન કૃત્યને વખોડે છે. સુરત પોલીસ દ્વારા આ વીડિયોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને સુરતને બદનામ કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.

વીડિયો દેખાય છે તેમ ઘટના રાજસ્થાન તરફેની હોવાની જણાય છે. હુમલાખોરોની ગાડીની નંબર પ્લેટ પર સ્પષ્ટ રીત આરજે લખેલું છે. જ્યારે ભોગ બનેલાની ગાડીની નંબર પ્લેટ એડિટીંગ કરીને બલર કરી દેવામાં આવી છે.