કચ્છના દરિયામાંથી બોટ સાથે બે પાકિસ્તાની પકડાયા

કચ્છ સરહદેથી ભારતીય સેનાએ બે પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન બીએસએફ દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે.

માહિતી મુજબ કચ્છના દરિયામાં બીએસએફને શંકાસ્પદ હિલચાલ જણાતા સેના દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવી દેવાયું હતું. દરિયામાં પાકિસ્તાની બોટ નજર પડતા બીએસએફ દ્વારા તેની જડતી લેવામાં આવી હતી. શરૂઆતમાં માછીમારો હોવાની જાણકારી મળી હતી. બીએસએફ દ્વારા બોટની સાથે બન્ને પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. બન્નેની આર્મી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.