સાધ્વી પ્રજ્ઞા મામલે નીતિશકુમારના બદલાયેલા સૂર, ભાજપમાંથી હાંકી કાઢવાની કરી માંગ

ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા બાદ ભાજપ ચારેતરફથી ઘેરાઈ ગયું છે ત્યારે બિહારમા ભાજપના સાથી પક્ષ જનતા દળ યુ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે. એનડીએમાં સામેલ નીતિને કહ્યું છે કે સાધ્વી પ્રજ્ઞાને આવા નિવેદનો બદલ પાર્ટીએ તેમને બહાર કરવાનો વિચાર કરવો જોઈએ. પટનામાં મતદાન કર્યા બૂથમાંથી બહાર નીકળતી વખતે નીતિશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

નીતિશે કહ્યું કે ગાંધીજીને આવા પ્રકારના નિવેદનો કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય એમ નથી. જોકે, આ ભાજપનો પાર્ટી લેવલનો મામલો છે. પરંતુ આવા પ્રકારના નિવેદન માટે તેમને ભાજપમાંથી બહાર કરવાની વિચારણા કરવાની જરૂર છે. આ સાથે જ તેમણે લોકસભા ચૂંટણીની આટલા લાંબા સમયકાળને લઈ કહ્યું કે આટલા બધા તબક્કામાં ચૂંટણીઓ થવી જોઈએ નહીં.

તેમણે કહ્યું ક 45-50 દિવસ સુધી ચૂંટણી શું કામ થવી જોઈએ. હવે તો શાંતિનો જ માહોલ છે. અશાંતિનો માહોલ પંદર વર્ષ સુધી રહ્યો હતો. મતદાનના તબક્કા વચ્ચે આટલો લાંબો ગેપ હોવો જોઈએ નહીં. તમામ પાર્ટીના નેતાઓને લેટર લખી આ અંગે સર્વ સંમતિ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને ઓછામાં ઓછા સમયમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે કોશીશ કરીશું.