પ્રેમીએ પ્રેમિકા સાથે પ્રેગનન્ટ મહિલાનું કર્યું મર્ડર, પેટ ચીરીને કાઢયું બાળક અને….

અમેરિકાના શિકાગોમાં એક મહિલા સાથે હૃદયને હચમચાવી નાંખે તેવો બનાવ બન્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. નરપિશાચોએ મહિલાની હત્યા તો કરી પણ સાથો સાથ તેનું પેટ ચીરી ગર્ભમાં રહેલા બાળકને પણ બહાર કાઢ્યું હતું.

પોલીસે જણાવ્યું કે માર્લેના ઓચાઓ લોપેઝ(19)ને 23મી એપ્રિલે ચિરપરિચત લોકો દ્વારા એવી લાલચ આપીને બોલાવવામાં આવી હતી કે થનારા બાળક માટે મફતમાં સામાન આપવામાં આવશે. પરંતુ માર્લેના ત્યાં પહોંચી તો તેની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેના બાળકને પણ ગર્ભમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું હતું. માર્લેનાને નવ મહિનાનું સંપૂર્ણ ગર્ભ હતું.

પોલીસે ક્લારિસા ફિગ્યુરોઆ(46) અને તેની પુત્રી ડેસીરી(24) પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ મૂક્યો છે અને ફિગ્યારોઆના પ્રેમી પિઓટ્ર બેબાક(40) પર હત્યાના ગુનાને છુપાવવાનો ગુનો નોંધ્યો છે.

જઘન્ય હત્યા કરનાર ત્રણેય આરોપીઓ

શિકાગો પોલીસના વડા એડી જોન્સને પત્રકારોને જણાવ્યું કે આ એક જઘન્ય અને અત્યંત આઘાતજનક ઘટના છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે હત્યા કરાયેલી મહિલાના પરિવાર પર શું વીતી રહી હશે. તેમના ઘરે હાલ આનંદની ઉજવણી થવી જોઈતી હતી પણ આજે માતા અને તેના ગર્ભમાં રહેલા બાળકની હત્યાનું માતમ છવાયું છે. બધા જ શોકમાં છે.

માર્લેના ઓચાઓ લોપેઝને છેલ્લી વખત હત્યાના ચાર કલાક પહેલાં જોવામાં આવી હતી. ફિગ્યુરોઆએ ઈમરજન્સી ફોન પર પોલીસને જાણ કરી હતી તે તેણીએ એવાં બાળકને જન્મ આપ્યો છે જે શ્વાસ લઈ શકતો નથી.

નવજાતને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ બાળકની હાલત અંગે વિશેષ કશું પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. માર્લેના લાપતા થઈ થતાં પોલીસે તપાસ શરૂ કરી. માર્લેના અને ફિગ્યુરોઆની ફેસબૂક પર થયેલી વાતચીતને પોલીસે ટ્રેસ આઉટ કરી અને બધી કડીઓ એકત્ર કરવામાં આવી. અંતિમ વાત સાતમી મેના રોજ થઈ હોવાનું માલમ પડ્યું. પોલીસને ફિગ્યુરોઆ પર શંકા જતા તેના ઘરની જડતી લેવામાં આવી હતી. જડતી દરમિયાન ડસ્ટબીનમાંથી માર્લેનાની લાશ મળી આવી હતી. ડીએનએ તપાસ કરાઈ તો બાળક માર્લેનાનું હોવાનું બહાર આવ્યું છે. હત્યાના સજ્જડ કારણોની તપાસ કરવામાં આવી રહી છે