2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ન મોદીએ સર્વ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પરંતુ પ્રેસ કોન્પરન્સમાં મન કી બાત કરી ન હતી. સવાલોના તમામ જવાબોન જવાબદાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના માથે આવી હતી.
લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસ ઐતિહાસિક રહ્યો. પાંચ વર્ષમાં જે જોવા ન મળ્યું તે જોવાયું. પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જોકે, પીએમ મોદીએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. તમામ સવાલોના જવાબ અમિત શાહે જ આપ્યા હતા. પીએમ મોદી પત્રકાર પરિષદમાં અંત સુધી હાજર જરૂર રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી ખૂબ જ સકારાત્મક અને શાનદાર રહી છે. આ વખતે હું પ્રચાર કરતો ન હતો પણ લોકોને ધન્યવાદ આપી રહ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર નીકળ્યો તો મનમાં ધારી લીધું હતું અને પોતાની જાતને ધાર પર રાખી હતી. પાંચ વર્ષમાં દેશે મને જે આશિર્વાદ આપ્યા તેના માટે ધન્યવાદ કરવા પહોંચ્યો હતો. ઘણા બધા ઉતાર ચઢાવ જોયા પણ દેશ મારી સાથે રહ્યો. જે બદલ લોકોન અભિનંદન આપું છું.
તેમણે કહ્યું કે નવી સરકારની રચના કરવાનું લોકોએ નક્કી કરી લીધું છે. અમે અમા સંકલ્પ પત્રમાં જે વાતો કરી છે તે પૂર્ણ કરવા તેને જલ્દીથી પરિપૂર્ણ કરવામાં આવશે. નવી સરકાર કાર્યભાર સંભાળશે અને ઝડપથી એક પછી એક નિર્ણય કરવામાં આવશે. પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે. લાંબા સમય પછી દેશમાં કોઈ પાર્ટી સતત બીજી વાર ચૂંટણીમાં જીતીન આવશે.
પીએમ મોદીએ કહ્યું કે હું માનું છું કે કેટલીક વાતો ગર્વ સાથે દુનિયાને કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને આ લોકસતંત્રની તાકાતને દુનિયા સમક્ષ રજૂ કરવાનું સૌની જવાબદારી છે. આપણે વિશ્વને પ્રભાવિત કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે 17 મેના દિવસે જ પ્રમાણિક સરકારની શરૂઆત થઈ હતી. 2014ની લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે 16 મેના દિવસે પરિણામ જાહેર થયા હતા અને 17મે દિવસે મોદી આવતાં જ ભ્રષ્ટાચારીઓને કિંમત ચૂકવવી પડી. સટ્ટા બજારમાં તે વખતે કોંગ્રેસનો ભાવ 18 હતો અને ભાજપનો 75નો ભાવ હતો. બધાને નુકશાન થયું અને સટોડીયાઓને પહેલો ઝટકો લાગ્યો હતો.
.