ભોપાલ લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકોરો ગોડસે સંબંધી કરેલા નિવેદનના કારણે ભારે વિવાદ ઉભો થયો છે. સાધ્વીએ પહેલાં પણ શહીદ હેમંત કરકરે અંગે કરેલા નિવેદનથી ભાજપને મહારાષ્ટ્રમાં મોટા નુકશાનની શક્યતા ચે. ત્યારે સાધ્વીએ કહ્યું છે કે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને દેશભક્ત રહેશે. કશું પણ વિચાર્યા વગર ગોડસે માટે કહેવું ખોટું છે. ગોડસેએ પોતાનું બલિદાન આપ્યું છે અને કોઈએ પણ તેમની વાત સાંભળી નથી અને ફટાફટ ફાંસી આપી દેવામાં આવી હતી.
સાધ્વીના નિદેવનથી તરત જ ભાજપે બચાવ કર્યો અને કહ્યું કે સાધ્વીનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે કમલ હાસને ગોડસે સર્વ પ્રથમ હિન્દુ આતંકીવાદી કહ્યો છે. સાધ્વની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે ગોડસેને દેશભક્ત બતાવ્યો. ગોડસેને હિન્દુ આતંકવાદી બતાવનારાઓ પહેલાં પોતાના કોલર જોવા જોઈએ. આ વખતની ચૂંટણીમાં આવા લોકોને જવાબ મળી જવાનો છે.