સુરતની ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ગુજરાતમાં સૌપ્રથમ ઘટના, સુરતમાંથી 22મા હૃદયનું દાન

વૈષ્ણવ વણિક દશાલાડ સમાજના બ્રેનડેડ વ્રજેશ નવિનચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસા, હૃદય, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે.

ફેફસા અને હૃદય સહિતના ટ્રાન્સપ્લાન્ટની ટીમ

સુરતથી બેંગ્લોરનું 1293 કિ.મી.નું અંતર 195 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

સુરતથી મુંબઈનું 269 કિ.મી.નું અંતર 90 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.

શાહ પરિવાર સાથે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા