બોગસ આઈડીથી ખોટી ઓળખ ઊભી કરી અઠવાગેટ વિસ્તારમાં રહેતા બંગાળી યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યો છે. યુવકે શહેરના હિન્દુ રહેઠાણ વાળા વિસ્તારમાં મકાન ભાડે લેવા માટે કાંડ કર્યાની કબૂલાત કરી હતી. જોકે યુવકના ઇરાદા અંગે પોલીસે તપાસ શરૂ કરી.
અઠવાગેટ વિસ્તારમાં આવેલા નીલ ગગન એપાર્ટમેન્ટમાં મુસ્લિમ યુવકે તેની ઓળખ બદલી વસવાટ કરી રહ્યો હતો.મામલો ગંભીર જણાતા ત્વરિત ખાનગી રાહે તપાસ કરાવી બી/એચ ચાર નંબરના ફ્લેટમાંથી યુવકને અટકાયતમાં લેવાયો હતો. સૌ પ્રથમ યુવકે પોતાનું નામ જય બાબુ શંકર બાબુ દાસ જણાવનારા યુવક પાસેથી આધારકાર્ડ પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ કાર્ડ ઉપર એ યુવકનું નામ જહીર શોએબ શેખ લખેલું હતું.
ફ્લેટ ભાડે લેવા તેને જે આધારકાર્ડ ઓળખ તરીકે આપ્યું હતું એમાં નામ જય બાબુ દાસ હતું. બોગસ આઈડી બનાવી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લાના વતની ઝહીર શોએબ શેખ સુરતમાં હિન્દુ રહેઠાણવાળા વિસ્તારમાં મકાન ભાડે લેવા માટે આ કારસ્તાન કર્યું હતું. તેના મિત્રના વોટર આઇડી કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી આ બોગસ આઈડી બનાવ્યા હોવાની કબૂલાત કરી. અડાજણમાં સ્પા ચલાવતા જ અહીંના ઇરાદા અંગે પોલીસ તપાસ કરી રહી છે..