અમિત શાહ વિરુદ્વ કોલકાતામાં બે પોલીસ ફરીયાદ દાખલ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાંખવાનો પણ ગુનો નોંધાયો

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ વિરુદ્વ કોલકાતા પોલીસે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરી છે. વિદ્યાસાગર કોલેજના છાત્ર સંઘ અને જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશશનમા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ગઈકાલે અમિત શાહના રોડ શો દરમિયાન પ.બંગાળના સ્વામી વિવેકાનંદ મનાતા ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે વિદ્યાસાગર કોલેજ નજીક થયેલા ધર્ષણમાં ભાજપના કાર્યકરોએ વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરતા વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને ભાજપના કાર્યકરો સાથે અથડામણ થઈ હતી.

લોકસભાની ચૂંટણીના 6 તબક્કામાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સિવાય બીજું કશું નજરે પડ્યું નથી. મંગળવારે થયેલી અથડામણમાં 100 કરતાં પણ વધુ કાર્યકરોને ઈજા પહોંચી છે. ભાજપનો આરોપ છે કે ટીએમસીના છાત્ર સંઘે હુમલો કર્યો તો ટીએમસીનું કહેવું છે કે ભાજપના કાર્યકરોએ ઉશ્કેરણી કરી માહોલ બગાડી તોડફોડ કરી હતી.

ટીએમસી છાત્ર સંઘે પોલીસ ફરીયાદમાં નોંધાવ્યું છે અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપના કાર્યકરોએ સમાજસેવી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાંખી ચે. ટીએમસીએ ચૂંટણી પંચ પાસે સમય માંગ્યો છે. હવે મમતા બેનરજી ભાજપની સામે વધુ એક વાર તાકાતનું પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.