તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ(TRS)એ કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દ્વારા પ્રસ્તાવિત પ્રાદેશિક પાર્ટીઓનો સંયૂક્ત મોરચો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ડ્રાઈવીંગ સીટ પર નહીં બેસે તો કોંગ્રેસનું સમર્થન લેવા માટે તૈયાર છે. પાછલા વર્ષથી જ ચંદ્રશેખર રાવ ભાજપ-કોંગ્રેસ સિવાયની સરકાર માટે પ્રયત્નશીલ છે.
લોકસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં TRSના પ્રવક્તા આબીદ રસુલ ખાનના આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વવાળા ગઠબંધનની સાથે કામ કરવા માટે તૈયાર છે. ખાને કહ્યું કે કેસીઆર(ચંદ્રશેખર રાવ આ નામથી પ્રચલિત છે) એ વાત પર મક્કમ છે કે ડ્રાઈવર સીટ પર સંયુક્ત મોરચો હોવો જોઈએ અને તે જ સરકાર ચલાવી શકશે. સરકારની રચના કરવા માટે જો આંકડો ઓછો પડે તો કોંગ્રેસનો બહારથી ટેકો લેવાના વિકલ્પ અંગે વિચારણા થઈ શકે છે.
તેમણે કહ્યું કે સંયુક્ત મોરચાની રહેશે અને કોંગ્રેસે બહારથી ટેકો આપવાનો રહેશે. કેન્દ્ર સરકારમાં ડ્રાઈવીંગ સીટ પર પ્રાદેશિક પક્ષો હોવો જોઈએ. વડાપ્રધાન પદનો ઉમેદવાર પણ સંયુક્ત મોરચાના પક્ષોમાંથી એક હોવો જોઈએ. કોંગ્રેસ સાથે વાત કરવા અને કોંગ્રેસ ટેકો આપવા તૈયાર છે કે નહીં તે અંગે રાહ જોવામાં આવી રહી છે. પ્રાદેશિક પાર્ટીઓ કોંગ્રેસ વિરુદ્વ ત્યાં સુધી નથી કે જ્યાં સુધી કોંગ્રેસ ડ્રાઈવીંગ સીટ પર આવતી નથી.
તેમણે કહ્યું કે સંયુક્ત મોરચો કોઈ પણ રીતે ભાજપ સાથે જોડાશે નહીં. અમે ભાજપ વિરુદ્વ છીએ. ભાજપ પાસેથી કશું પણ જોઈતું નથી. તેનું સમર્થન પણ કરતા નથી અને ન તો ભાજપ પાસેથી સમર્થન માંગીએ છીએ.