પોલીસની ગુંડાગીરી સામે મીડિયાની જીત, PSI ગોંસાઈ સહિત બે કોન્સટેબલ સસ્પેન્ડ

ગઈકાલે જૂનાગઢમાં મીડિયા કર્મીઓ પર થયેલા હુમલામાં રેન્જ આઈજી દ્વારા 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવી છે અને પીએસઆઈ સહિત બે કોન્સટેબલને સસ્પેન્ક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં પત્રકારો ઉપર હુમલો કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોસાઈ અને ત્રણ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી દ્વારા કરાયો છે. આજે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આવેદનપત્રો આપ્યા હતા.

જૂનાગઢમાં સ્વામી નારાયણ સંપ્રદાયની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલ પત્રકારો ખાસ કરીને સંદેશ ચેનલના કેમેરામેન વિપુલ અન રિપોર્ટર રહીમખાન પર પોલીસે બેફામ લાઠીઓ વીંઝી હતી અને માર માર્યો હતો. સામાન્ય બોલાચાલીમાં પોલીસ દ્વારા થયેલા લાઠીચાર્જના ઉગ્ર અને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.