વીડિયો: ATMમાં યુવતીને એકલી ભાળી પ્રાઈવેટ પાર્ટ ખોલીને યુવક ઉભો રહી ગયો અને પછી થયું કંઈક આવું

આજકાલ યુવતીઓ પ્રત્યે કેટલાક હવસખોર પુરુષોની બદનજરના કારણે ચિત્ર-વિત્રિત્ર કિસ્સાઓ બની રહ્યા છે. મુંબઈના થાણેમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એટીએમમાં યુવતીને એકલી ભાળીને યુવક દ્વારા કરવામાં આવેલી ગંદી હરકત કેમેરામાં કૈદ કરી લેવામાં આવી છે.

મુંબઈના થાણેના સ્ટેટ બેન્કના એટીએમમાં રવિવારે વહેલી સવારે ત્રણ વાગ્યે શિવાની યુવતી સાથે બિભત્સ અને તદ્દન હલકી કક્ષાની ઘટના બની હતી. ઓટો રીક્ષાનું ભાડું આપવાનું હોવાથી શિવાની એટીએમમાં પૈસા કાઢવા માટે ગઈ હતી. એટીએમમાં પહેલેથી જ 35 વર્ષની આસપાસની ઉંમર ધરાવતો પુરુષ મોજુદ હતો. યુવતીને જોઈ પુરુષ તેની પાછળ ઉભો રહી ગયો અને પોતાનો પ્રાઈવેટ પાર્ટ ખોલીને નાંખ્યો હતો. યુવતીને પોતાની સાથે કશુંક અજુગતું થઈ રહ્યું હોવાનો અહેસાસ થતાં તેણે પોતાના મોબાઈલ ફોનમાં પુરુષની સંપૂર્ણ અશ્લીલ હરકત મોબાઈલના કેમેરામાં કૈદ કરી લીધી હતી અને ત્યાર બાદ યુવતીએ આખો વીડિયો ટવિટર પર અલપોડ કર્યો હતો. યુવતીનો તે દિવસે બર્થ ડે હતો. વાસનાલોલુપ યુવકે યુવતીને રૂપિયા આપવાની પણ ઓફર કરી હતી. એટીએમમાંથી બહાર આવ્યા બાદ રસ્તા પર ઉભેલી પોલીસવાનના પોલીસવાળાને યુવતીએ વીડિયો બતાવ્યો હતો. પોલીસે યુવકનો પીછો કર્યો હતો.

બીજી તરફ યુવતીએ વીડિયો ટવિટ કરીને લખ્યું, તે પોતાના વિસ્તારને હંમેશા સેફ માનતી રહી છે. આવી ઘટનાની તેને આશા નહોતી. એક બીમાર માનસિકતાવાળા શખસની આવી હરકત તેવી જગ્યાએ કરી જ્યાં કેમેરા લાગેલા હોય છે. છેવટે આ બધુ ક્યારે બંધ થશે? તેણે વીડિયોમાં થાણે પોલીસ અને મુંબઈ પોલીસ કમિશનરને પણ ટેગ કર્યા.

યુવતીના વીડિયોના આધારે મુંબઈ પોલીસે ગુનો દાખલ કરી સાંજે 4 વાગ્યા આસપાસ આરોપી યુવકને પકડી લીધો. યુવતીએ પણ ટવિટ કરીને મુંબઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. પોલીસે કલમ 354, 354(A) અને 509 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂઓ વીડિયો…