સમગ્ર વિશ્વમાં નફરત અને કટ્ટરતા ફેલાવતી પોસ્ટ મૂકનારા યૂઝર્સ વિરુદ્વ કાર્યવાહી કરવા મામલે કેટલાય વર્ષો સુધી અનિર્ણિત રહ્યા બાદ ફેસબૂકે કાર્યવાહી કરી છે. ફેસબૂકે લૂઈ ફરાખાન, એલેક્સ જોન્સ અને અન્ય કટ્ટરવાદી યૂઝર્સને પ્રતિબંધિત કરી દીધા છે. ફેસબૂકનું કહેવું છે કે આ લોકોએ કંપનીના ખતરનાક વ્યક્તિઓની લિસ્ટમાં આવ્યા બાદ અનેક વખત નીતિ-નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
ફેસબૂકે આ ઉપરાંત સાઈટ ઈન્ફોવાર્સની સાથે સાથે દક્ષિણપંથી વિચારધારા ધરાવતી પોસ્ટ મૂકનારા પોલ નેહલોન, મીલો યિઆનોપૂલસ, પોલ જોસેફ, વોટસન અને લૌરા લૂમરને પણ પ્રતિબંધિત કર્યા છે. આ તમામ ષડયંત્રકારી સિદ્વાંત પર આધારિત પોસ્ટ મૂકતા હતા. આ પ્રતિબંધ ફેસબૂક તથા ઈન્સટગ્રામ પર લાગૂ થશે. ફેસબૂકે આ કાર્યવાહી કટ્ટરતા ફેલાવી રહેલા અને જાતિવાદને ઉત્તેજન આપી રહેલા લોકો વિરુદ્વ કરી છે.
સધર્ન પોર્વટી લો સેટરના વરિષ્ઠ વિશ્લેષક કીંગ્સ હૈંકસનું કહેવું છે કે આજે પણ શ્વેત યહુદીવાદી અને અન્ય કટ્ટરવાદી લોકો હયાત છે અને તેઓ વંશીય નફરત ફેલાવાનું કામ કરી રહ્યા છે. જ્યારે હાર્વર્ડમાં ઈન્ટરનેટ નીતિના તજજ્ઞ દીપયાન ઘોષનું કહેવું છે કે પ્રતિબંધ એ કોઈ મોટી કાર્યવાહી નથી. ફેસબૂક માત્ર પોતાની નીતિને વધુ સક્ષમ બનાવી રહ્યું છે.