વીડિયો: સુરતના ટ્રાફીક ASI પરમારને સસ્પેન્ડ કરાયા, બાઈકવાળા પાસેથી કર્યો હતો 500 રૂપિયાનો તોડ

બે દિવસ અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ દરમ્યાન વાહન ચાલક પાસેથી ખોટી રીતે 500 રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી.સુરતના ઉતરાણ ખાતે રહેતાં મિલન અરવિંદભાઈ દેસાઈએ સુરત પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ આપતા કાર્યવાહી  કરવામાં આવી હતી.

ટ્રાફીક એએસઆઈ આર.જે.પરમાર દ્વારા મિલન દેસાઈને રોકી નિયમનના ભંગ બદલ 1000ની માંગ કરવામાં આવી હતી. બાદમાં 500 રૂપિયામાં સમાધાન થયું હતું. 500 રૂપિયા લાઇ લીધા હોવા છતાં સમાધાન પાવતી આપવામાં આવી ન હતી. પાવતી જોઈએ તો એક હજાર આપવામાં પડશે તેવું ટ્રાફિક એએસઆઈએ જણાવ્યું હતું.

લાંચિયા એએસઆઈનો આ વીડિયો સુરતના સોશિયલ મીડિયા વાયરલ થતા ભારે લોકોની ફિટકાર પણ વરસી હતી. આખરે ફરિયાદ અને વીડિયોના આધારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યો હતો. આ ઉપરાંત વાહન ચાલક દ્વારા સુરત એસીબીમાં પણ ટ્રાફીક પોલીસ કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.