વીડિયો: સુરતમાં મોપેડ ક્રેનમાંથી નીચે પડી જતા પોલીસની સામે જ મારામારી

સુરતનાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી સામે જ મારામારીના દ્રશ્યો સર્જયા હતા.બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસોની બેદરકારીના લીધે ટોઇંગ કરેલી મોપોડ ક્રેનમાંથી નીચે પડી જતા મોપેડ માલીકે હોબાળો મચાવ્યો હતો અને ટો કરનારા કર્મચારીઓની ધોલધપાટ કરી હતી. થોડીક જ વારમાં લોકો ભેગા થઈ જતા ભારે હોબાળો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

બાઈક ટોઇંગ કરનાર પોલીસના માણસોએ પણ સામે વળતો પ્રહાર કરી મોપેડ માલીકને માર માર્યો હતો. પોલીસે સમગ્ર મામલામાં માત્ર પબ્લીક નો વાંક હોય તેમ એક વ્યક્તિની અટકાયત કરતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

જૂઓ વીડિયો…