પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ મુસ્લિમ રોઝા રાખે છે અને અલ્લાહની બંદગીમાં ઓતપ્રોત થઈ જાય છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં પંદર કલાક રોઝા દરમિયાન ખાવા-પીવાથી દુર રહેવાનું છે એટલું જ નહીં થૂંક પણ ગળવાનું રહેતું નથી. રોઝાના કારણે શરીરમાં કેટલીક ચૂસ્તીવર્ધક અને ફાયદાકારક ફેરફારો થાય છે તેના વિશે જાણીએ.
પ્રથમ બે રોઝા
પહેલા દિવસથી બ્લડ શૂગરનું લેવલ ઘટવા માંડે છે. એટલે કે લોહીમાંથી શૂગરની ખતરનાર અસરમાં ઘટાડો થવાનું શરૂ થઈ જાય છે.
હૃદયના થડકારા સુસ્ત થઈ જાય છે અને લોહીનો દબાણ પણ ઘટે છે. નસો એકત્ર થયેલા ગ્લાઈકોઝનને છૂટું કરી દે છે. જેના કારણે શરીરમાં કમજારીનો અનુભવ થવા લાગે છે. શરીરમાં ઘર કરી ગયેલા નુકશાનકારક કિટાણુઓની સફાઈ પહેલાં માથામાં દુખાવો, ચક્કર આવવા, મોંમાંથી વાસ આવવી અને જીભ પર વારંવાર થૂંક જેવા રસનું જમા થવા જેવી બાબતો શરીરમાં નોંધાય છે.
ત્રીજાથી સાતમા રોઝા સુધી
શરીરમાં ચરબી વેરવિખેર થઈ જાય છે અને ગ્લૂકોઝમાં પરાવર્તિત થઈ જાય છે. કેટલાક લોકોની ચામડી મુલાયમ અને ચીકાશવાળી થઈ જાય છે. શરીરને ભૂખ લાગે છે અને આવી રીતે વર્ષ દરમિયાન સૌથી વધુ બિઝી રહેતી હજમ થવાની સિસ્ટમને વેકેશનનો આનંદ મળી જાય છે. લોહીમાં વ્હાઈટ બ્લડ સેલ અને ઈમ્યુનિટીમાં વધારો થાય છે. બની શકે છે કે રોઝાદારના ફેફસામાં સામાન્ય તકલીફ થાય તો સમજવું કે શરીરમાં નુકશાનકારક વસ્તુઓનું સફાઈ કામ શરૂ થઈ ગયું છે. આંતરડી સહિતની તમામ વસ્તુઓનું સમારકામ શરૂ થઈ જાય છે. આંતરડી ફરતે જમા થયેલો બગાડ દુર થવા માંડે છે.
આઠથી પંદરમા રોઝા સુધી
તમે પ્રથમ પોતાની જાતને ચૂસ્ત અનુભવતા હશો. માનસિક રીતે પણ ચૂસ્ત અને રિલેક્સ અનુભવતા હશે તો બની શકે છે કે કોઈ જૂના જખમ પણ સારા થઈ રહ્યા હોવાનું માની શકાય છે. કારણ કે તમારું શરીર પહેલાં કરતા રોઝા દરમિયાન વધારે એક્ટિવ અને મજબૂત બની ગયું છે. શરીર પોતાના ડેડ સેલ્સને ખાવાનું શરૂ કરી દે છે. આ સેલ્સને સામાન્યપણે કેમોથેરારી દરમિયાન મારવાના પ્રયાસો કરવામાં આવે છે. આના કારણે સેલ્સમાં જૂના ઘર કરી ગયેલા રોગો અને દર્દનું પ્રમાણ વધેલું જોવા મળે છે. પરંતુ આનાથી અકળાઈ જવાની જરૂર નથી. રગો અને પગમાં થતી ખેંચ કે તનાવ કુદરતી પરિણામ જ છે. જે ઈમ્યુનિટીના અસરકારક અમલની નિશાની છે. રોજે રોજ મીઠાના કોગળા કરતા રહેવા એ નસોના અકડાઈ જવાનો સારામાં સારો ઈલાજ છે.
સોળથી 30મા રોઝા સુધી
શરીર સંપૂર્ણ રીતે ભૂખ અને તરસને સહન કરવાનો આદી બની જાય છે. તમે પોતાની જાતને ચૂસ્ત, ચોક્કસ અને સતર્ક અનુભવી રહ્યા હોવ છો. આ દિવસોમાં જીભ સંપૂર્ણપણે સાફ અને ગુલાબી થઈ જાય છે. શ્વાસોચ્છોશ્વાસમાં પણ તાજગીનો અહેસાસ થાય છે. શરીરમાંથી ઝેરીલા પદાર્થો અને પ્રવાહી સાફ થઈ ગયા હોય છે. હજમ કરવાની સિસ્ટમનું રિપેરીંગ કામ થઈ ગયું હોય છે. શરીરમાંથી ફાલતુ ચરબી અને ખરાબ વસ્તુઓનો નિકાલ થઈ ગયો હોય છે. સંપૂર્ણ રીતે શરીર નવા જોમ સાથે કાર્યરત રહે છે.
વીસ રોઝા પછી મગજ અને યાદશક્તિ વધુ સક્ષમ બની જાય છે. ધ્યાન કેન્દ્રીત કરવા અને વિચારીને કામ કરવાની લાક્ષણિકતામાં વધારો થઈ જાય છે. હકીકતમાં શરીર અને રૂહ અંતિમ દસ દિવસના રૂહાની તોહફા મેળવવા માટે કાબેલ થઈ જાય છે.
રોઝામાં આવી રીતે શરીરમાં ફેરફાર થાય છે. કેટલાક વ્યસની લોકોના મગજ રોઝા દરમિયાન ભારી રહે છે તો તેમણે પણ તેનાથી અકળાઈ જવાની જરૂર નથી. ઈફતાર બાદ પણ કન્ટ્રોલ કરશો તો વ્યસન મૂક્તિ પણ શક્ય અને આસાન બની જાય છે.