પર હંગામો કરી દીધો છે. આ વખતે તેણે પાકિસ્તાની ફ્લેગ સાથે પોઝ આપ્યો છે. રાખીએ બુધવારે પોતાના ઈન્સટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે સ્લિટવાળી ફેધર સ્કર્ટની સાથે હોલ્ટર નેક લો કટ બ્લાઉઝ પહેરેલી જણાય છે.
ફોટોમાં રાખીની સાથે પાકિસ્તાની ફ્લેગ જોવા મળે છે. તેણે આ માટે વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે પાકિસ્તાનના લોકોને પણ દિલ હોય છે. બધા જ કંઈ ખરાબ હોતા નથી. હું પાકિસ્તાનના લોકોની ઈજ્જત કરું છું.
ફોટો સાથે રાખીએ ડિસ્કલેઈમર પર લખ્યું છેકે મને મારા ભારતથી ઘણો પ્રેમ છે. પરંતુ ધારા 370 નામની ફિલ્મમાં આ મારી ભૂમિકા છે. જોકે, રાખીનો આ અંદાજ ફેન્સને બહુ પસંદ આવ્યો નથી.
ત્યાર બાદ રાખીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા વધુ બે વીડિયો પોસ્ટ કર્યા છે. તેમણે સાથે કહ્યું કે ફિલ્મ ધારા-370 ની કથા કાશ્મીરી પંડીતો પર આધારિત છે.
અન્ય એક વીડિયોમાં તેણે કહ્યું કે હું લોકોને જણાવવા માંગું છું કે આ ફિલ્મમાં હું એક પાકિસ્તાની યુવતીની ભૂમિકા ભજવી રહી છું.