ઈશનિંદાના આરોપમાં વર્ષો સુધી જેલવાસ ભોગવી ચૂકેલી પાકિસ્તાનની ખ્રિસ્તી મહિલા આસિયા બીબી હમણાથી 12 કલાક પહેલાં પાકિસ્તાન છોડીને કેનેડા પહોંચી ગઈ છે. પાછલાનવેમ્બર મહિનામાં આસિયા બીબીને મત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. જેલમાંથી મૂક્ત થયા બાદ આસિયા બીબીને ગુપ્તચર સંસ્થાઓએ પોતાની નિગરાની હેઠળ રાખી હતી. આસિયાના વકીલ સૈફુલ મુલ્કે આસિયા અંગેની જાણકારી આપી હતી.
આસિયાની મૃત્યુદંડની સજા રદ્દ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા અને હિંસક દેખાવો કરાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આસિયાની બે પુત્રીઓને પહેલથી જ કેનેડા મોકલી આપવામાં આવી હતી. 2009માં પાડોશીઓ સાથે ઝઘડો થતાં તેમાં પયગમ્બર સાહેબનું અપામન કરવા બદલ નીચલી અદાલતે 2010માં મોતની સજા સંભળાવી હતી.
આસિયાને આઠ વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો. પરંતુ પાછલા વર્ષે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આસિયા બીબીને નિર્દોષ જાહેર કરી હતી. આસિયાની પતિ આશિક મસીહે પાછલા અઠવાડિયે બ્રિટનને અપીલ કરી શરણ આપવાની માંગ કરી હતી. પાકિસ્તાનમાં ઈશનિંદાના કાયદાઓ ખૂબ જ કડક છે.