વિપક્ષને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો, 50 ટકા EVMને VVPAT સાથે મેચ કરવાની માંગ ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીમાં 50 ટકા EVMને VVPAT સાથે મેચ કરવાની 21 વિપક્ષી પાર્ટીઓની માંગને ફગાવી મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે VVPATની રસીદ સાથે ઉચ્ચક મેચીંગને લઈ દાખલ કરવામાં આવેલી પીટીશનને ફગાવી દઈ જણાવ્યું કે કોર્ટ પોતાના આદેશને સંશોધિત કરવા માટે તૈયાર નછી. કોર્ટે આ પહેલાં દરેક વિધાનસભાના કોઈ પણ પાંચ બૂથોના EVMને VVPAT સાથે મેચ કરવા માટે ચૂકાદો આપેલો છે,જેથી કરીને નવી અરજી રિજેક્ટ કરવાનો કોર્ટે જણાવ્યું છે.

વિપક્ષ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો કરી હતી. અરજી ફગાવાયા બાદ સિંઘવીએ પત્રકારોને કહ્યું કે કોર્ટના ફેંસલનું સન્માન કરે છે. અમારી અરજી EVMને લઈને નહીં પણ VVPATને લઈ કરવામાં આવી હતી.

આ પહેલાં નિયમ હતો કે વોટોની ગણતરી દરમિયાન કોઈ પણ વિધાનસભાન કોઈ પણ બૂથના EVMનું VVPAT સાથે મેચીંગ કરવામાં આવે. આ નિયમમાં ફેરફાર કરવાની માંગ સાથે 21 પાર્ટીઓના વિપક્ષે કોર્ટમાં પીટીશન ફાઈલ કરી હતી.

આ પ્રકરણ અંગે સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે એક વિધાનસભાના પાંચ બૂથોના EVMનું VVPAT સાથે મેચીંગ કરવામાં આવશે. કોર્ટના આ ચૂકાદામાં પુનર્વિચાર કરવા માટે પીટીશન કરવામાં આવી હતી.

વિપક્ષી પાર્ટીઓની માંગ હતી કે ઓછામાં ઓછા 50 ટકા વોટોની ગણતરીમાં EVMની VVPAT સાથે મેચીંગ કરવામાં આવે. પરંતુ કોર્ટે કહ્યું કે કોઈ પણ એક મામલાની વારંવાર સુનાવણી કરી શકાતી નથી. સિંઘવીએ છેવટે 25 ટકા મેચીંગ કરવાની માંગ કરી હતી. સિંઘવીએ કહ્યું કે કોર્ટના ચૂકાદાનું સન્માન કરીએ છીએ. પરંતુ કોર્ટનો ચૂકાદો ઉંટના મોઢામા જીરા બરાબર જેવો ચૂકાદો છે. કોર્ટે કહ્યું કે અગાઉમા આદેશમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. વિપક્ષીઓ EVMમાં ગરબડની વ્યાપક ફરીયાદ કરી છે અ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે પણ EVMમાં મોટાપાયા પર ગરબડ થઈ શકે છે.