હવે પોલીસ જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી શકશે નહીં

ગુજરાત હાઈકોર્ટે ગુજરાત પોલીસને ઠમઠોરતા મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવે અને જસ્ટીશ બીરેન વૈષ્ણવની બેંચ દ્વારા ગુજરાત પોલીસને મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને જાહેરમાં મારવા અને તેનું સરદ્યસ કાઢવા સામે નારાજગી વ્યકત કરતા આ મામલે ગુજરાત સરકારને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગરના કુખ્યાત શૈલેષ દ્યાંદ્યલીયાને પકડયા બાદ ભાવનગર પોલીસ દ્વારા શૈલેષને ભરબજારમાં લાવી તેનું સરદ્યસ કાઢવામાં આવ્યું હતું અને તેને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પીટીશન દાખલ કરવામાં આવી હતી..જેમાં પોલીસ દ્વારા આરોપીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આરોપ મુકી કાયદાની વિરૂધ્ધમાં આરોપીનું સરઘસ કાઢવા ઉપર પોલીસ દ્વારા આરોપીઓને કુકડો બનાવવામાં આવ્યો હોવાની રજૂઆત થઈ હતી. આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી પોતાની પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યુ હતું, આવી દસ દ્યટનાઓ સરકારના ધ્યાનમાં આવી છે. આવી ઘટના માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તેમજ તેમને નિયમ પ્રમાણે કડક શિક્ષા પણ કરવામાં આવશે,

હાઈકોર્ટમાં સરકારના જવાબ બાદ સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ પ્રકારના કામ કરતા પોલીસ અધિકારીને રોકવા માટે રાજય સરકારે દ્વારા સમગ્ર પોલીસ અધિકારીઓને આ પ્રવૃત્તિ રોકવા માટે નિર્દેશ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવા આદેશ સાથે પીટીશનનો નિકાલ કર્યો હતો. હાઈકોર્ટના આ આદેશ બાદ હવે પોલીસ જાહેરમાં આરોપીનું સરઘસ કાઢી શકશે નહીં