જામનગરની ઘટના: એક્સિડન્ટ થયું તો ભાંડો ફૂટ્યો કે દૂધના કેનમાં દારુ હતો

જામનગરમાં વિચિત્ર અકસ્માત થયું તો જાણે ત્યાં હાજર રહેલા અને દારુના શોખીન માણસોને બખ્ખા થઈ ગયા. જામનગરના મેઈન રોડ પર બાઈક સવારની સાથે દૂધના કેન લઈ જઈ રહેલા માલધારીનું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થતાં બાઈક પર બાંધેલા કેન રસ્તા પર પડ્યા તો દૂધના કેનમાંથી સૌના આશ્ચર્ય વચ્ચે દારુની પોટલીઓ નીકળી હતી.

દારુની પોટલી નીકળતા લોકોએ રીતસર પોટલીઓની લૂંટ ચલાવી હતી અને જેના હાથમાં જે આવ્યું તે લઈને નાસી ગયો હતો. જ્યારે કેન લઈને જઈ રહેલા ભરવાડ સમાજના દૂધવાળાની ભારે ફજેતી થઈ હતી. પાછળથી આ માણસ આવ્યો અને કેનમાંથી પડી ગયેલી પોટલીઓને ફરીથી કેનમાં નાંખી અને રવાના થયો પરંતુ આટલી વારમાં તો સમગ્ર ઘટનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.