IPL-2019 પ્રથમ ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડીયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો. મુંબઈ ઈન્ડીયન્સે હવે સીધી ફાઈનલમાં છલાંગ મારી છે. બોલીંગ અને બેટીંગમા રોહિત શર્માની ટીમ ધોનીના ધૂરંધરો પર ભારી પડી છે. મુંબઈ ઈન્ડીયન્સે 20 ઓવરની મેચમાં ચેન્નઈને બાંધી રાખી હતી અને 4 વિકેટના ભોગે 131 રનમાં ઈનિંગ્સને સમેટી લેવા મજબૂર કરી હતી. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે 54 બોલમાં 71 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવના જોરદાર પર્ફોમન્સના કારણે મુંબઈએ 18.3 ઓવરમા ચાર વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી. સૂર્યકુમારની સાથે હાર્દિક પડ્યાએ 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
સૂર્યકુમાર યાદવે મુંબઈની જીત માટે હીરો સાબિત થયો હતો. ઈનિંગ્સની 14મી ઓવરમાં ચેન્નઈ વતી ઈમરાન તાહીરે સતત બે બોલમાં કુલાણ પંડયા અને ઈશાન કિશનની વિકેટ લઈને મેચને રોમાંચક મોડ આપ્યો હતો. જોકે, ટારગેટ મોટો ન હોવાથી મુંબઈ માટે રસ્તો સાવ આસાન બની ગયો હતો. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો અને શરૂઆતની 6 ઓવરમા ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે ચેન્નઈ મુશ્કેલીમાં આવી ગઈ હતી અને માત્ર 131 રન જ બનાવી શકી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર બે મેચ હારનારી ચેન્નઈની ટીમ ક્વોલિફાયર મેચમાં આવી હારી જતા સોશિયલ મીડિયા પર આને કિનારે આવીને વહાણ ડૂબ્યું હોવાની સાથે સરખાવવામાં આવી રહ્યું છે.
આ વિજયની સાથે જ મુંબઈએ આઈપીએલ 2019ની ફાઈનલમાં પોતાની જગ્યા હાંસલ કરી લીધી છે. હવે મુંબઈ ઈન્ડીયન્સે બુધવારે રમાનારા એલિમિનેટર મેચમાં જે વિજેતા ટીમ હશે તેની સાથે ફાઈનલમાં મુકાબલો કરવાનો રહેશે. એલિમિનેટર પ્લે ઓફમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રબાદ વચ્ચે મુકાબલો છે.