પાકિસ્તાની મરીન દ્વારા 6 બોટ અને 30 જેટલા માછીમારોનુ અપહરણ કરાયુ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
પોરબંદર નજીક આવેલા આઈએમબીએલ ખાતે બની હોવાની માહીતી મળી રહી છે. આઈએમબીએલ પાસે ફીશીગ કરતી વેળા માછામારોને પાકિસ્તાની મરીન સિક્યોરીટી દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અપહરણ કરાયેલી બોટો પોરબંદર અને ઓખાની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોરબંદર નજીક બનેલી આ ઘટનાના કારણે સિક્યોરિટી ફોર્સીસને સાબદી કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.