મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડીયમમાં રમાયેલી આઈપીએલની મેચમાં કેએલ રાહુલે 71 રનની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને પછાડી કિંગ્સ ઈલેવન પંજાબને 6 વિકેટે વિજય અપાવ્યો હતો.
11મી ઓવરમાં હરભજને પંજબની સળંગ બે વિકેટ ખેરવી લીધી હતી. કેએલ રાહુલને 71 રન અને ક્રિસ ગેલને 28 પર પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યાર બાદની ઓવરમાં પણ ભજ્જીએ મયંક અગ્રવાલને પણ આઉટ કર્યો હતો.
આ પહેલાં ફાફ ડુ પ્લેસિસે 96 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી અને સુરેશ રૈનાએ ફિફટી(53) મારી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 171 રન કર્યા હતા.
ટોસ હારીને બેટીંગ પર ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સના શેન વોટ્સન સાત રન બનાવ્યા હતા જ્યારે ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 4.1 ઓવરમાં 30 રન બનાવ્યા હતા. સારી શરૂઆત બાદ ચેન્નઈને પાંચમી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. સૈમ કુરેને વોટસનનને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ રૈના અને ડુ પ્લેસિસે મળીને 120 રનની પાર્ટનરશીપ કરી હતી. 53નાં અંગત સ્કોર પર રૈના આઉટ થયો. રૈના બાદ ડુ પ્લેસિસને પણ કુરેન ક્લિન બોલ્ડ કર્યો હતો. ધોનીએ 12 રન અને બ્રાવો એક રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. અંબાતી રાયડુ એક રન બનાવીને આઉટ થયો જ્યારે કેદાર જાદવ ઝીરો પર પેવેલિયન ભેગો થયો હતો.
હાર બાદ પણ ચેન્નઈ સુપર કિગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને પ્લે ઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.