સર્જિકલ સ્ટ્રાઈક અંગે કોંગ્રેસે આપી તારીખવાર માહિતી, મનમોહનસિંહ સરકારે 6 વાર કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક

લોકસભા ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઈકને પ્રચાર અને રાજકીય મુદ્દો બનાવી દેવાયો છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ શૂક્લાએ પ્રેસ કોન્ફરન્સ યોજી યૂપીએ શાસનકાળ દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઈક અંગે તારીખવાર બ્યોરો આપ્યો છે. રાજીવ શૂક્લાએ કહ્યું કે મનમોહનસિંહના શાસનકાળા દરમિયાન 6 વાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી અને વાજપેયીના શાસનકાળમાં બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.

રાજીવ શૂક્લાએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યા બાદ કોઈ દિવસ મનમોહનસિંહ કે વાજપેયીએ છાતી પીટી ન હતી. પણ એક માણસે એક જ વખત સર્જિકલ સ્ટ્રાઈક કરી તે પોતાની પીઠ થાબડી રહ્યો છે. ન તો મનમોહનસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ન તો વાજપેયીએ કદી સર્જિકલ સ્ટ્રાઈક મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વાજપેયી સરકાર 1999થી 2004 સુધી રહી અને મનમોહનસિંહની સરકાર 2004થી 2014 સુધી રહી હતી.

રાજીવ શૂકલાએ આ પ્રમાણે આપી તારીખ

પહેલી સર્જીકલ સ્ટ્રાઈક

19 જૂન-2008, સ્થળ- જમ્મૂ-કાશમીરના પૂંચના ભટ્ટલ સેક્ટર

બીજી સર્જિકલ સ્ટ્રાઈક

30 ઓગષ્ટથી પહેલી સપ્ટેમ્બર 2011, સ્થળ- કેલ, નીલમ રીવર વેલી, શારદા સેક્ટર

ત્રીજી સર્જિકલ સ્ટ્રાઈક

6 જાન્યુઆરી 2013-  સાવન પાત્રા ચેકપોસ્ટ

ચોથી સર્જિકલ સ્ટ્રાઈક

27-28 જૂલાઈ 2013- નઝીરપોર સેક્ટર

પાંચમી સર્જિકલ સ્ટ્રાઈક

6 ઓગષ્ટ 2013- નીલમ વેલી

છઠ્ઠી સર્જિકલ સ્ટ્રાઈક

14 જાન્યુઆરી 2014

વાજપેયી શાસનમાં સર્જિકલ સ્ટ્રાઈકની તારીખ

પહેલી સર્જિકલ સ્ટ્રાઈક

21 જાન્યુઆરી, 2000- નાડલા એન્કલેવ

બીજી સર્જિકલ સ્ટ્રાઈક

18 સપ્ટેમ્બર,2003- પૂંચ, બરોહ સેક્ટર