કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે અખિલેશ યાદવ-માયાવતી ગઠબંધનને એ વાતના સંકેત આપ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારો ગઠબંધનના ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડશે નહીં.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકસભા ચૂંટણીને લઈ કોગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં અમૂક પ્રકારની રણનીતિ બનાવી છે. પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ અખિલેશ યાદવે કહ્યું કે કોંગ્રેસે કોઈ પણ સીટ પર કમજોર ઉમેદવાર ઉતાર્યા નથી. કોઈ પણ પાર્ટી એવું કરતી નથી. લોકો તેમની સાથે નથી. જેથી કરીને તેઓ આવું કહી રહ્યા છે. માયાવતીએ પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
અખિલેશ યાદવ દ્વારા કરાયેલી ટીપ્પણી અંગે પ્રિયંકાએ ન્યૂઝ એજન્સી એનઆઈએના કહ્યું કે હું ભાજપને ફાયદો પહોંચાડવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. અમે એવા ઉમેદવાર ઉતાર્યા છે કે જેઓ મજબૂતીથી લડશે અથવા તો ભાજપના વોટ કાપશે.
આવું પહેલી વખત બન્યું કે પ્રિયંકાએ કોંગ્રેસની રણનીતિ બતાવી છે. પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ જાણે છે કે યુપીમાં જે સીટ પર મુકાબલો કરી શકતી નથી ત્યાં કોંગ્રસે એવા ઉમેદવાર ઉતાર્યા છે જે સત્તાધારી પાર્ટી ભાજપના વોટમાં ગાબડું પાડશે.
પ્રિયંકા ગાંધીએ યુપીમાં જ્યાં પણ અમારા ઉમેદવારો છે ત્યાં અમે પડકાર આપી રહ્યા છે. પરંતુ જે સીટ પર સંગઠન કમજોર છે ત્યાં ભાજપના વોટમાં મોટા ગાબડાં પાડવામાં આવશે. સપા-બસપા કે આરએલડી ગઠબંધનના વોટમાં ગાબડાં નહીં પડે તેની તકેદારી રાખવામાં આવી છે. પ્રિયંકાએ કહ્યું કે 2022માં યુપીમાં કોંગ્રેસ સરકાર બનાશે અને તેના માટે સતત કામ કરતા રહીશું. કોંગ્રેસે યુપીની 80 સીટ પૈકી 69 સીટ પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.