ઈશરત જહાં એનકાઉન્ટર: CBI કોર્ટે વણઝારા અને અમીનને આરોપમૂક્ત જાહેર કર્યા

ઈશરત જહાં એનકાઉન્ટર મામલે સીબીઆઈ કોર્ટે ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા અને એન.કે.અમીનને આરોપમૂક્ત જાહેર કર્યા છે. સીબીઆઈની ખાસ કોર્ટમાં રિટાયર થયેલા બન્ને અધિકારીઓએ ઈશરત જહાં કેસની સુનાવણી બંધ કરવા માટે અપીલ કરી હતી. કોર્ટે 16 એપ્રિલે આ અંગેની સુનાવણી પૂર્ણ કરી હતી. ગુજરાત સરકારે પણ અધિકારીઓ વિરુદ્વ કેસ ચલાવવા માટે મંજુરી આપી ન હતી.

ઈશરત જહાંના એનકાઉન્ટર મામલે બન્ને રિટાયર અધિકારીઓ આરોપી હતા. બન્ને અધિકારીઓએ કોર્ટમાં અપીલ કર હતી કે રાજ્ય સરકારે કેસ ચલાવવા માટે મંજુરી આપી નથી અને સીઆપીસી કલમ 197 મુજબ રાજ્ય સરકારની મંજુરી જરૂરી છે. જેથી કરીને આ કેસને બંધ કરવામાં આવે. સીઆપીસીની કલમ 197 પ્રમાણે ફરજ દરમિયાન કરાયેલી કાર્યવાહી માટે લોક સેવક પર ખટલો ચલાવવા માટે સરકારની મંજુરી જરૂરી હોય છે. કોર્ટે આ પહેલાં અધિકારીઓની આરોપમૂક્ત કરવાની અપીલ ફગાવી દીધી હતી.

ઈશરત જહાંની માતા શમીમા કૌશરે પોતાની અરજીમાં કહ્યું હતું સીઆરપીસીની કલમ 197 પ્રમાણે લોક સેવક ખટલો ચલાવવા માટે સરકારની મંજુરી જરૂરી હોય છે પરંતુ આ કેસમાં સરકારની મંજુરીની કોઈ જરૂર નથી. કારણ કે અપહરણ અને કેદમાં રાખવી તથા હત્યા કરવાનો મામલો છે. જે લોક સેવકના અધિકારના દાયરામાં આવતું નથી.