આસારામના પુત્ર નારાયણ સાઈએ પોતાના આશ્રમની સાધિકા સાથે અગિયાર વર્ષ પહેલાં આચરેલા દુષ્કર્મના કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. અને એક લાખ રૂપિયાનો દંડ તથા પીડિતાને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
અત્યાર સુધી અન્ડર ટ્રાયલ હોવાથી નારાયણ સાઈ કાચા કામનો કેદી હતો પણ હવેથી તેનું સરનામું સુરતની લાજપોર જેલ. બેરેક નંબરસી-6 બની ગયું છે. જ્યારે જેલમાં કેદી નંબર 1750 તરીકે તેની ઓળખ થશે. આજ પછી નારાયણ સાઈને જેલના મેન્યુલ પ્રમાણે જેલનું જ જમવાનું આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
6 વર્ષ સુધી ચાલેલા કેસમાં સુરતની કોર્ટે નારાયણ સાઈને આજીવન કારાવાસની સજા સંભળાવી છે અને નારાયણ સાઈ સહિત તેની મદદગારી કરનારોઓને પણ સજા મળી છે. ગંગા-જમના અને હનુમાનને 19 વર્ષની સજા અને રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળવવામાં આવેલી છે.