ગુજરાતના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ખાસ કરીને દરીયાના કાંઠા વિસ્તારમાં આવેલા શહેરો જેવાં કંડલા, સુરત અને પોરબંદરમાં ગરમીનો પારો 7થી9 ડિગ્રી વધ્યો હોવાનું નોંધાયું છે. સામાન્ય ડિગ્રી કરતાં આ ત્રણેય શહેરોમાં પાછલા દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાયો છે. ત્રણેય શહેરોમાં આજે તાપમાન સરેરાશ 43 ડિગ્રી પર પહોંચ્યું હતું. સરેરાશ આ ત્રણેય શહેરોમાં 30થી 32 ડિગ્રી તાપમાન રહે છે. જ્યારે કાંઠા વિસ્તારના અન્ય શહેરો જેવા કે વેરાવળ, દ્વારકામાં પણ સામાન્ય કરતાં તાપમાન વધુ નોંધાયું છે. સમગ્ર ગુજરાતમાં હીટ વેવ જોવા મળતા બાફ અને ઉકળાટનો લોકો સામનો કરી રહ્યા છે. જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં વરસાદ અંગેની કોઈ ગતિવિધિ જોવા મળી રહી નથી.
જ્યારે પણ ગુજરાતમાં લાંબા સમય સુધી વાદળોની ગતિવિધિ ચૂક્કી હોય છે ત્યારે તાપમાનમાં અતિશય વધારો જોવા મળે છે. ગુજરાતમાં ગરમીના પારામાં થઈ રહેલા વધારા પાછળ ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂક્કા પવનો છે. પ્રિ-મોન્સુન ગતિવિધિઓમાં સામાન્ય રીતે તાપમાન નોર્મલ જોવા મળે છે પરંતુ ગુજરાતમાં પ્રિ-મોન્સુન સાયકલ જોવા મળી રહી નથી. આના કારણે તાપમાન વધ્યું હોવાનું નિષ્ણતો જણાવી રહ્યા છે.
હવામાનશાસ્ત્રીઓના
જણાવ્યા મુજબ ગુજરાતમાં હીટ વેવની આવી
સ્થિતિ ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ, વાતાવરણથી
દક્ષિણ-પશ્ચિમની વાયુ દિશા બદલાઈ શકે છે અને તાપમાનને બેથી ત્રણ ડિગ્રી સુધી નીચે
લાવવામાં મદદ કરશે કારણ કે આ પવન અરબી સમુદ્રમાંથી ફૂંકાશે. જોકે, હજી પણ મહત્તમ 40 ડિગ્રી સુધી તાપમાન
રહે તેવી શક્યતા છે.