લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે શુક્રવારે PNB કૌભાંડમાં સંડોવાયેલા અને ભઆગેડુ નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કરી દેતા નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો હતો. નીરન મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ત્રીજીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. હાલ તે દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈડ્સવર્થ જેલમાં બંધ છે. આ મામલે વધુ સુનાવણી 24મી મેના રોજ કરવામાં આવશે.
આ પહેલાં 29મી માર્ચે પણ વેંસ્ટમિસ્ટર કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. ટેલિગ્રાફે જણાવ્યું હતું કે નીરવ મોદી લંડનમાં ડાયમંડનો બિઝનેસ કરી રહ્યા છે. ત્યાર બાદ લંડનની કોર્ટે તેની વિરુદ્વ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો હતો. ભારતે અપીલ કરતા 19મી માર્ચે નીરવ મોદીને હોલબોર્નથી પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ થઈ ત્યારે નીરવ મોદી બેન્કમાં ખાતું ખોલવવા ગયો હતો.
આ તરફ ભારતમાં ઈડી દ્વારા નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસીની 12 લક્ઢરી કારોની હરાજી કરી નાંખી છે.ઈડી તરફથી MSTCએ 12 લક્ઝરી કારોની બોલી લગાવી હતી. આ કારોને માત્ર બાર જેટલી લેણદાર મળ્યા હતા. કારોની હરાજીમાંથી ઈડીને માત્ર 3.29 કરોડ જ મળી શક્યા છે.
2018ના જાન્યુઆરી મહિનામાં PNB કૌભાંડ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો.