કવ્વાલી સામેલ થઈ સાહિત્યમાં: સૂફી કલામો પર આ બે પુસ્તકો કવ્વાલી માટે દુઆ બનીને આવ્યા

છેલ્લી કેટલીક સદીઓના સંગીતની ચર્ચા કવ્વાલી વિના કરી શકાતી નથી. ઇસ્તંબુલથી ઈરાન, કાબુલ અથવા સિંધ, લાહોર અને પેશાવરથી પંજાબ, અવધ અને હૈદરાબાદ સુધી કવ્વાલી સંગીતમાં સીંગીગનો અલગ જ પદ્વતિ છે. આ પદ્ધતિમાં, મહફિલ-એ-શમાની પ્રથમ રોશનીથી લઈ અનેક દરગાહો સુગંધી લોબાનથી મહેકી રહ્યા છે

બાદશાહોના ખાલી ખોળાથી માંડીને ગરીબોની રોટલી અને પ્રેમ પ્રત્યેની ભક્તિથી લઈને કેટલા પગથિયા ચઢીને કવ્વાલીના સૂર રેલાતા રહ્યા છે.

સિનેમા પહેલાં કવ્વાલીનો અવકાશ વધુ વિશાળ હતો. મેહફીલોન અને જલસા સુધી જાહેર રજૂઆતોથી માંડીને તેનો જલવો જોવા મળતો હતો. ફિલ્મોમાં કવ્વાલી આવી તો તેના પર નિખાર આવી ગયું અને તે વધુને વધુ પોપ્યુલર બની. કવ્વાલીને ગઝલ અને શેરો-શાયરીની દિકરીની ઉપમા આપવામાં આવી.

હિન્દુસ્તાન અને હિન્દીમાં કવ્વાલીનો આ દેશનિકાલ હવે 21 મી સદીના બીજા દાયકાની શરૂઆત સાથે સમાપ્ત થઈ રહ્યો છે. યુવા કવિ, ઉર્દૂ પ્રેમી અને સુફીવાદમાં માનનારા સુમન મિશ્રાએ કવ્વાલીને આ શાપિત, ત્યજી દેવાયેલી, ઉપેક્ષિત અવસ્થામાંથી દૂર કરવાનું એક મોટું કામ કર્યું છે. હિન્દુસ્તાની અને ફારસી સુફી કલામોનો આ સંગ્રહ લગભગ 800 પાનામાં બે ભાગમાં પ્રકાશિત થયો છે. પ્રથમ ભાગ ફારસી સુફી કલામનો ખજાનો છે.

પર્શિયન ભાષામાં 858થી 1996  સુધીમાં સુફી સંતો અને કવિઓએ જે કંઇ કંડાર્યું તેની વિશેષતા આ પુસ્તકમાં વર્ણવવામાં આવી છે. જ્યારે પાને દર પાને પુસ્તકમાં ડોકીયું કરશો ત્યારે ત્યારે તમે જોશો કે ડાબા પાના પર દેવનાગરીમાં લખેલા પર્શિયન કલામ છે અને જમણા પાના પર તેનો અનુવાદ છે. આ અનુવાદ અબ્દુલ વાસેએ બહુ સરળ રીતે સમજાવ્યું છે.

કુલ બે ભાગ છે. બન્ને ભાગમાં કવ્વાલી સાથે સૂફી કલામો છે. બીજા ભાગમાં હિન્દુસ્તાની સુફી કલામોનો સંગ્રહ છે. 13મી સદીથી અત્યાર સુધીની કવ્વાલીની સફરની મૂવી જેવી છે. આશરે 60 કલમ નવાઝ અને ત્યારબાદ કલામોને સેહરા, સાવન, સલામ, હોળી, બસંત, ગાગર, ચાદર જેવા કવ્વાલીના પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કવ્વાલીના ઇતિહાસ અને સ્થાપત્ય, તેમજ તેની હસ્તકલા અને માળખાકીય સંપૂર્ણતાને લગતા આ પ્રકારનું કાર્ય જોયું હોય તે યાદ નથી. અને તેથી જ આ સુંદર અમૂર્ત સંગ્રહ પણ વાંચવા યોગ્ય અને સંગ્રહ કરવા યોગ્ય છે.

લાઝીમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર, તન્હા ગયે કયું , અબ રહો તન્હા કોઈ દિન ઔર

ગઝલ એક પ્રકારે મૌન રુદન પણ છે અને સાથે સાથે તેમાં ગાંભીર્ય પણ છે. ઉર્દુ શાયરીનાં અલગ અલગ પ્રકાર છે. ગઝલ, કસીદા, મશનવી, કત્આ, રુબાઈ અને મુસદ્દસનો સમાવેશ થાય છે. પણ મરશિયાને આ યાદીમાં સામેલ કરવામાં આવતા નથી. ગઝલ, કસીદા, મશનવી અને શાયરીનાં અન્ય પ્રકારો નઝમનાં પરીપ્રેક્ષયમાં વાસ્તવિક બન્યા છે , જ્યારે મરશિયાનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. હકીકતે મરશિયાનો સમાવેશ નઝમના એવાં પ્રકારમાં કરવો જોઈએ કે જેમાં વિષયના સંદર્ભ થકી તેના પરિમાણો નક્કી કરવામાં આવતા હોય. ગુજરાતીમાં પણ અસંખ્ય મરશિયા લખાયા છે અને કેટલાક તો ખૂબ જ લોકપ્રિય પણ છે.

ગુજરાતી કે ઉર્દુ શાયરીમાં મરશિયાનો વિષય ખૂબ જ સીમિત થઇ ગયો છે. સામાન્ય રીતે આપણે મરશિયા એને કહીએ છીએ જે મુસદ્દસના સ્વરૂપે હોય. હવે આ મુસદ્દસ કોને કહેવાય? જે નઝમનાં દરેક બંધમાં 6 મિસરા હોય તેને મુસદ્દસ કહેવામાં આવે છે. મરશિયામાં ઇમામ હુસૈન, કરબાલા અને અન્ય ગમખ્વાર બનાવોને સાંકળવામાં આવે છે. પરંતુ આને મરશિયાનો એક પરંપરાગત વિષય જ ગણવાનો રહે છે.

હકીકતે મરશિયાની નિસ્બત એવી નઝમ પર રહેશે કે જેમાં કોઈ પણ મરનારની યાદને તાજી રાખવામાં આવે. મરનારની કોઇ ચોક્કસ બાબતોની સરાહના કરવામાં આવે અને તેના મોત પર શોક અને દુખ વ્યક્ત કરવામાં આવે. એવું જરૂરી નથી કે મરશિયા મુસદ્દસના સ્વરૂપે જ હોય, મશનવીનાં સ્વરૂપે પણ હોઈ શકે છે. મશનવીમાં કોઈ એક વાત  સળંગ લખવામાં આવે છે. આમાં દરેક શેરનાં કાફિયા અલગ પણ બન્ને મિસરામાં હમ-કાફિયા(એક સરખા કાફિયા) હોય છે. આમ મશનવીના બંધ પ્રમાણે પણ મરશિયા લખી શકાય છે. કત્આ પ્રમાણે પણ લખી શકાય છે અને ગઝલ પ્રમાણે પણ. ટૂંકમાં મરશિયા લખવા માટે શાયરીનાં કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરી શકાય છે.મરશિયામા અનેક પ્રકારનાં વિષયોની બાંધણી કરી શકાય છે. ગાલીબના નિધન પર અલ્તાફ હુસૈન હાલીએ પ્રખ્યાત “તરકીબે બંધ” લખ્યું હતું. અલ્લામા ઇકબાલે “વાલીદા મરહુમ કી યાદ મેં” અને ચકબસ્તે “ગોખલે કા મરશિયા” લખ્યુ હતું. આવા તો અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. ગાલીબે મરશિયા લખ્યુ હતું. આમ તો આ ગઝલ છે પણ મરશિયા સ્વરૂપે જ છે, કેમ કે ગાલીબે પોતાના પ્રિય મિત્રના મોત પર માતમ વ્યક્ત કર્યું છે. ગાલીબનું ગઝલ સ્વરૂપનુ મરશિયા જોઈએ.

લાઝીમ થા કે દેખો મેરા રાસ્તા કોઈ દિન ઔર

તન્હા ગયે કયું, અબ રહો તન્હા કોઈ દિન ઔર

હાં, એ ફ્લકેપીર જવાં થા અભી આરીફ,

ક્યા તેરા બિગળતા જો મરતા કોઈ દિન ઔર

જાતે હુએ કહેતે હો કે કયામત કો મીલેગે,

ક્યા ખૂબ કયામત કા ગોયા કોઈ દિન ઔર

તુમ માહે શબ ચાર દહમ થે મેરે ઘર કે,

ફિર કયું ન રહા ઘર કા વો નકશા કોઈ દિન ઔર

મુઝસે તુમ્હે નફરત સહી, નૈયરસે લળાઈ,

બચ્ચોં કા ભી દેખા ન તમાશા કોઈ દિન ઔર

નાદાં હો જો કહેતે હો કે કયું જીતે હો ગાલીબ,

કિસ્મત મેં હૈ મરનેકી તમન્ના કોઈ દિન ઔર

ઉર્દુના શાયરોએ સામાન્ય પ્રવાહ વિરુદ્ધ જઈને ગઝલો લખી છે. કેટલીક ગઝલોમાં વિષયોને પણ આવરી લઇ ગઝલો લખાઈ છે. ગાલીબની આ ગઝલ અન્ય ગઝલોથી તદ્દન ભિન્ન છે. આ ગઝલમાં સળંગ વિચારમાળા અવિરત ચાલે છે. દરેક મિસરાના શેર એકબીજા સાથે સંમિલિત છે.

આ ગઝલ ખરા અર્થમાં એક મરશિયા પણ છે. આ ગઝલમાં ગાલીબે પોતાના પ્રિય મિત્ર અને નવયુવાનનાં મૃત્યુ પર શોક સાથે પોતાની અકથ્ય પીડા લખી છે. ઝૈનુલઆબેદીનખાં “આરીફ” ગાલીબનાં ભાણેજ હતા. આરીફને ગાલીબે દત્તક લીધા હતા અને પુત્રની જેમ લાલન પાલન કર્યું હતું. આરીફ એક તેજસ્વી અને હોનહાર હતા તેમજ શાયર પણ હતા. એન યુવાન વયે આરીફનું અવસાન થતાં ગાલીબને ઊંડો આઘાત લાગ્યો હતો. ગાલીબે આઘાતની ગર્તામાંથી આ દર્દભરી ગઝલ લખી હતી.

  આ માતમ ગાલીબનાં શાયરાના કમાલનો શ્રેષ્ઠ દાખલો છે કે જેમાં મરશિયા હોવા છતાં મરશિયતથી બિલકુલ પવિત્ર છે. મતલબ કે આ ગઝલમાં ફરિયાદ, માતમ,દુઃખ, પીડાનો કોઈ અંદાજો નથી પણ એક મૌન રૂદન અને સ્થિર થઈ ગયેલો અહેસાસ છે. સર્વ શ્રેષ્ઠ શાયરીનો આનાથી વિશેષ કોઈ દાખલો મળી શકે નહીં. એટલે તો ગાલીબ એટલે ગાલીબ.

    આખીય ગઝલમાં ગાલીબે માણસની દુનિયાથી વિદાયના દર્દને પરોવ્યું છે. એક દુનિયાથી રૂખસતી અને બીજી દુનિયામાં પગરવ માંડવાની વેળાએ માણસ એકલો જ હોય છે. કોઈ સાથી કે સંગ હોતો નથી. આરીફ ગુજરી ગયો ત્યારે તેના બે બાળકો હતા. જેમનાં નામ હતા બાકરઅલીખાં અને હસનઅલીખાં. ગાલીબને કારમી પીડા થઈ. એટલે જ તેમણે આરીફના મૃત્યુને કયામત કહ્યું છે. વિષયને વધુ મજબુતી આપવા ગાલીબે નૈય્યર અને પોતાની સાથે બાળકોનો ઉલ્લેખ કર્યો છે. નૈય્યરનું આખું નામ ઝિયાઉદ્દીન અહેમદખાં હતું. તેઓ ગાલીબનાં શિષ્ય હતા અને આરીફના મામા હતા. તેઓ ઉર્દુમાં “નૈય્યર” અને ફારસીમાં “રખશાં” તખલ્લુસ રાખતા હતા.

 મરશિયાની હેસિયત રાખતી આ ગઝલમાં એક ખામોશ ફરિયાદ ગગનને ભેદતી જણાય છે. જિગરને વિંધી નાખે છે. ગાલીબે આ ગઝલ લખી કેટલા પાત્રોને અમર કરી દીધા? ગાલીબ પોતે શાયર તરીકે  અજરા-અમર છે. તેમની સાથે આરીફ, આરીફના બન્ને બાળકો અને નૈય્યર. આ મરશિયાનુમા ગઝલમાં ગાલીબે પિડનની પરાકાષ્ઠા નિરૂપી છે.

સુરતથી પ્રસિદ્વ થયેલા PM મોદી વિશેના પુસ્તકે સર્જ્યા બબ્બે વર્લ્ડ રેકોર્ડ

પહેલો રેકોર્ડ કવર પેજનું 101 શહેરોમાં વિમોચન અને બીજો રેકોર્ડ PM મોદીના શપથથી 48 કલાક પહેલા બુક છાપી, જેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી સામેલ કરવામાં આવી તે છે.

વડાપ્રધાન મોદી પુસ્તકના કવરપેજનું વિમોચન 14મી ફેબ્રુઆરી, 2019 વેલેન્ટાઇન ડેના દિવસે દેશ વિદેશના 101 શહેરોમાં કરવામાં આવ્યું હતું.  જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ત્યાર બાદ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે શપથવિધિ થવાની હતી તેના 48 કલાક પહેલા પુસ્તક છાપી અને તેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતીને સામેલ કરવામાં આવી છે. મતલબ કે વિજયી થયા બાદ 27મી મેના રોજ બનારસ ગયા ત્યાં સુધીના માહિતી પ્રસિદ્વ કરવામાં આવી છે.

જીઆરપી મીડિયાના ગણપત ભંસાલી, રાજેશ માહેશ્વરી અને પંકજ માહેશ્વરી દ્વારા મોદીની પર નવીનતમ કૃતિ જેમાં 27 મે સુધીની અપડેટ સાથે 24 કલાકમાં પ્રિન્ટ કરવામાં આવી અને દિલ્હી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિમોચન કરીને વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને નિતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, ગિરીરાજસિંહ,અર્જુન મેઘવાલ, થાવરચંદ ગેહલોત,મુખ્તાર અબ્બાસ નકવી, અશ્વિની ચૌબે,  અનુરાગ ઠાકુર, રામવિલાસ પાસવાન, ગજેન્દ્ર સિંહ શેખાવત, સાધ્વી નિરંજના જ્યોતિ, કૈલાસ ચૌધરી સહીત એક ડઝન કેન્દ્રીય અને કેન્દ્રીય રાજ્ય સ્તરના મંત્રી, દેવેન્દ્ર ફડણવીસ,નિતિન પટેલ,વિજય ગોયલ જેવા ભાજપના નેતા, સાંસદો , વિભિન્ન પ્રદેશોના ધારાસભ્યો, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ તેમજ પાર્ટીના અન્ય નેતાઓને પુસ્તક ભેટ કરવાનો અવસર મળ્યો.

આજે છે ઉર્દુને પ્રથમ ગઝલ આપનાર અમીર ખુશરોની જન્મ જંયતિ, સૂફી શાયરના જીવન પર એક નજર

ગઝલનો મિજાજ મૂળભૂત રીતે દાવા અને દલીલનો છે. શરૂઆતથી લઈ અત્યાર સુધીની હકીકત પર દ્રષ્ટિ નાખીએ તો માલુમ પડે છે કે જીવનમાં જે અનુભવો અને બદલાવ થાય છે તેના કારણે ગઝલ ભીતરેથી અસરગ્રસ્ત થાય છે. ક્યાંક આ વાતો ગઝલમાં સીધી રીતે નહીં આવે તો પણ ગઝલ પર નજર રાખનારાઓને દરેક દાયકામાં રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિવર્તનનું પ્રતિબિંબ ગઝલમાં અચૂક જોવા મળે છે. આ જ ગઝલની શાન છે અને તેની લોકપ્રિયતાનું રહસ્ય છે.
સામાન્યપણે ગઝલને પ્રેમની પરિભાષા સમજવામાં આવે છે પણ એ વાત જરાય નજર અંદાજ ન કરી શકાય કે જયાં ગઝલે પ્રેમનાં અહેસાસને વણ્યા છે ત્યાં જ દરેક નવા દૌરના ફેરફરોને પણ ગળે લગાડયા છે.
પ્રેમ માત્ર સાજન-સજનીનો નહીં પણ દેશ સાથે પ્રેમ, માણસ સાથે પ્રેમ, જીવન સાથે પ્રેમ, પ્રકૃતિ સાથે પ્રેમ, માણસાઈ સાથે પ્રેમ, જિંદગીના સંઘર્ષ સાથે પ્રેમ, ગરીબીની લડાઈ સાથે પ્રેમ…ઇત્યાદિ વિષયોને મજબુતીથી રજૂ કર્યા છે.
જે દૌરમાં સૂફીયાના ચળવળ ઉભરી અથવા ફિલોસોફી દ્રષ્ટિકોણમાં ભરતી આવી ત્યારે પણ ગઝલે તેને મહત્વ આપ્યું અને તે પ્રમાણે ગઝલ લખાઇ. રાજકીય, સામાજિક અને ક્રાંતિકારી યુગનો આરંભ થયો તો ગઝલે તેમને પણ પોતાની સાથે સંમિલિત કરી લીધા. વલીથી લઈ મીર સુધી અને મીરથી લઈ પ્રગતિશીલ ગઝલ સુધીનાં દરેક દૌરનું ગઝલમાં બિંબ જોવા મળે છે. જોકે આ બધું ઇશારત અને ક્યાંક રમતિયાળ લહેજામાં જોવા મળે છે.
ગઝલની સૌથી મહત્વની ખાસીયત જીદ છે. જીદ નથી તે ગઝલ નથી. કોઈ પણ વસ્તુ માટે જીદ કરતા રહેવાનું ગઝલ શીખવાડે છે. જીદ કરવાનું આ ફન અન્ય કોઈ સાહિત્ય પ્રકારમાં નથી. પ્રતીકાત્મક અને ઈશારામાં વાત કહેવાની કળાનાં કારણે ગઝલમાં વાહ-વાહી અને અસરકારકતા જન્મે છે. શેરોમાં ઊંડાણ અને શબ્દોની ઊંચાઈ આપોઆપ આવે છે. શબ્દોની બાંધણી અને ગૂંથણીમાં તીખાપણું, મીઠાશ અને ક્ષમાનો ભાવ ગઝલ માટે પ્રથમ શરત છે. આ તમામ અંશ એકત્ર થઈને એક નવા બીજને જન્મ આપે છે. આવા જન્મને ફૈઝ અહમદ ફૈઝે “નીમ મહેસુસ ગનાઇયત” એટલે કે અર્ધ અનુભાવિક સંગીત” કહ્યું છે.
કેટલાક સાહિત્ય ઇતિહાસકારોની નજરમાં અમીર ખુશરોની પ્રખ્યાત ગઝલ “ઝહાલે મસગી મકન તગાફુલ” ઉર્દુની પ્રથમ ગઝલ હોવાનું કહેવામાં આવે છે. વાત ઉર્દુની આવે તો ઇતિહાસકારો આ ગઝલને સંપૂર્ણ ઉર્દુની પ્રથમ ગઝલ માનતા નથી. આ ગઝલમાં બ્રિજ અને ફારસી ભાષાનું સુપેરે સંયોજન કરવામાં આવેલું છે. પ્રથમ પંક્તિ ફારસી અને બીજી પંક્તિ તે સમયની બ્રીજ ભાષામાં લખાયેલી જોવા મળે છે. બ્રિજ ભાષા લોક ભાષા હતી અને ગામઠી ગણાતી હતી. ઇતિહાસકારોએ આના કારણે “ઝહાલે મસગી”ને ઉર્દુની પ્રથમ ગઝલ માનવાનો ઇન્કાર કર્યો છે. કેટલાક લોકો મસગીને મિસ્કી લખે છે તે ખોટું છે. વાસ્તવમાં મસગી છે. અમીર ખુશરોની”ઝહાલે મસગી”ના શેર જોઈએ.
ઝહાલે મસગી મકૂન તગાફુલ, દોરાય નૈના બનાયે બતીયાં,
કે તાબે હિજરા નિદારમ આયે, જાન ના લાયે હો કે લગાયે ચીઠ્ઠીયાં

( આ ગરીબના હાલને જાણી જોઈને નજર અંદાજ ન કર. આંખોં નહી ફેરવ, વાતો બનાવીને. હવે જુદાઈનો સમય નથી, મને છાતી સરસો કેમ લગાડતા નથી?) હિન્દીના પ્રસિદ્ધ ગીતકાર ગુલઝારે ખુશરોની ગઝલનું પોસ્ટમોર્ટમ કર્યું અને ગુલામી ફિલ્મમાં સીધે સીધે ઉઠાંતરી કરી આખુંય ગીત પોતાના નામે લખાવી દીધું. આજે ગુલઝાર પૂજનીય છે, જ્યારે મૂળ રચનાકાર ખુશરોને ખૂણામાં ધેકેલી દેવામાં આવ્યા છે.કેટલાક ચોખલીયાઓ તો એવો શો કરે છે કે જાણે ગુલઝારે જાતે આવું લખ્યું. સાહિત્યને પણ રાગદ્વેષનું ગ્રહણ લાગ્યું છે તે આના પરથી ફલિત થાય છે. ગુલઝારે અમીર ખુશરોના કલામની કોપી કરી અને તેના પરથી ગીત લખ્યું પણ ગુલઝારનો બાગ ગુલઝાર-ગુલઝાર થઈ ગયો અને ખુશરૂને ક્રેટીડ સરખી આપવાથી પણ જેપી દત્તા અને ગુલઝાર આઘા રહ્યા અને આઘા જ રહ્યા .
અમીર ખુશરોની ગઝલને ઉર્દુની સર્વ પ્રથમ ભલે ગણવામાં ન આવે પણ ગઝલ સ્વરૂપની પ્રથમ કૃતિ તો ગણવાની જ રહે છે. ખુશરોની ગઝલ બે ભાષાને નજીક લાવવાનો પ્રયાસ હતો અને સફળ પ્રયાસ હતો. જેની સાબિતી આ ગઝલની લોકપ્રિયતા છે. આજે પણ આ ગઝલ ખૂબ લોકપ્રિય છે.
ગોલક્ન્ડા અને બેજાપુરમાં દકની ઉર્દુમા શાયરી લખવાનો સિલસિલો શરૂ થયો. દરબારોમાં કેટલાક બાદશાહ પણ શાયર હતા. મહંમદ કુલી કુતુબશાહના ગઝલને ઉર્દુનો પ્રથમ ગઝલ સંગ્રહ માનવામાં આવે છે તો પણ તેમની શાયરી સંપૂર્ણ ઉર્દુમાં ન હતી. ઉર્દુમાં સંપૂર્ણ શાયરી વલી ગુજરાતીથી જ શરૂ થાય છે. અને એટલે જ વલીને ઉર્દુના સર્વપ્રથમ શાયરનો દરજ્જો હાંસલ છે.
અમીર ખુશરો(ર.અ)નું મૂળ નામ અબૂલ હસન યામીનુદ્દીન ખુશરો છે. ઈસ્લામી તારીખ પ્રમાણે આજે તેમની જન્મતિથિ છે. તેઓ સૂફી સંત અને સૂફી રચનાકાર તરીકે સુવિખ્યાત હતા, તેમણે આઠ બાદશાહોની સલ્તનત જોઈ છે. આઠ વર્ષની ઉંમરથી તેઓ ગીત અને નઝમ લખતા થઈ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો એમનો પ્રથમ સંગ્રહ પ્રસિદ્વ થઈ ગયો. ખુશરોના 99 સંગ્રહો પ્રકાશિત થયા હતા.તેમને તૂતીએ હિન્દ( વોઈસ ઓફ ઈન્ડીયા) અને ઉર્દુ સાહિત્યના પિતા ગણવામાં આવે છે. કવ્વાલીના પિતા તરીકે પણ તેમની ઓળખ છે.
તે જમાનામાં લોકોને પર્શીયન ભાષામાં લખેલી રચનાઓમાં સમજ પડતી ન હતી. તો દરબારીઓ અને લોકોએ અમીર ખુશરોને કહ્યું કે એવી ભાષામાં લખો કે બધાને સમજ પડે. ખુશરોએ તે સમયની રેખ્તા(ઉર્દુનું નામ), હિન્દવી ભાષા અને પર્શીયનની ભેળસેળ કરી ગીત અને ગઝલો લખવા માંડી. જે ખૂબ પોપ્યુલર થઈ. તેમના કતઆ, મષન્વી, રૂબાઈ દો-બૈતી અને તકરીબોબંધ ખાસ્સા લોકપ્રિય છે. ખુશરોનો જન્મ યુપના પટીયાલી નજીક આવેલા ઈટામાં થયો હતો.
અમીરનો મતબલ માલદાર અને ખુશરોનો મતલબ રાજા થાય છે. તેઓ જન્મજાત સૈન્ય કુટંબમાં જન્મ્યા હતા. તેમના પિતા અમી સૈફુદ્દી મેહમુદ ચંગેજ ખાનના સમયગાળા દરમિયાન ભારત આવ્યા અને ચંગેજ ખાનના સૈન્યમાં જોડાયા. તે સમયે તેમના પિતાને પટીયાલીનો રાજકાજ સોંપવામાં આવ્યો હતો. ખુશરો જ્યારે સાત વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું. માતાએ પટીયાલી છોડી દીધું અને બાળકોને લઈ દિલ્હી આવી ગયા. અમીર ખુશરોના લગ્ન બીબી દૌલતનાઝ સાથે થયા. દૌલત નાઝ રાજપૂત હતા. ખુશરો મલિક છાજુના સૈન્યમાં જોડાયા. આમ ખુશરોની બાદશાહોનો દરબારની યાત્રા શરૂ થઈ, તેઓ કવિતા લખતા ગયા અને તે પોપ્યુલર થતી ગઈ.
જીવના દૌરમાં અમીર ખુશરો દિલ્હીના સૂફી નિઝામુદ્દી અવલિયા સાથે નિકટતામાં આવ્યા. સૂફી જીવનની અંત સુધી સાધના કરી અને ઓક્ટોબર 1326માં દુનિયાને અલવિદા કહી.
અમીર ખુશરોના અનેક સૂફી કલામો આજે પણ લોકપ્રિય છે. હિન્દી ફિલ્મોમાં ખુશરોના કલામોને મારીમચકોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કાશ્મીર માટે પણ લખ્યું હતું…
અગર ફિરદૌસ બાર રૂ-એ ઝમીં અસ્ત
હમીં અસ્તો, હમીં અસ્તો, હમીં અસ્ત

(જો આ દુનિયામાં સ્વર્ગ જોવાનું હોય તો એ અહીંયા જ છે, અહીંયા છે, અહીં જ છે.)

જાણીતા નાટ્યકાર, ફિલ્મ અભિનેતા લેખક ગિરીશ કર્નાડનું નિધન, નાટ્ય જગતમાં શોક

ભારતના જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને નાટકની દુનિયાના દિગ્ગજ ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. 81 વર્ષીય કર્નાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમણે બેંગલોરમાં અંતિમ શ્વાસ લીધા. ગત મહિને જ તેમનો 81મો જન્મ દિવસ હતો. ગિરીશ કર્નાડને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગિરીશ કર્નાડે પોતાનું પ્રથમ નાટક કન્નડમાં લખ્યું હતું અને બાદમાં તેનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમના જાણીતા નાટકોમાં યયાતિ, તુગલક, હયવદન, અંજુ મલ્લિગે, નાગમંડલ અને અગ્નિ અને બરખા સામેલ છે. કર્નાડના યયાતિ અને તુગલક નાટકથી તેમણે નાટ્યજગતને પ્રભાવિત કરી દીધું હતું. જ્યારે તેમની મહત્વની કૃતિઓ હયવદન, નાગ મંડલા અને તલડેંગાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મેળવી હતી.

બંને પદ્મ સન્માન ઉપરાંત તેમને 1972મા્ં સંગીત નાટક અકાદમી, 1994માં સાહિત્ય અકાદમી, 1998માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળ્યા હતા. કન્નડ ફિલ્મ સંસ્કાર માટે તેમને સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.