કેરળની અદાલતે RSS નેતાના મર્ડર કેસમાં PFI ના 15 કાર્યકરોને સંભળાવી ફાંસીની સજા

કેરળની કોર્ટે આરએસએસના નેતા રંજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયાના ૧પ કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતાં. માવેલિક્કારા એડીશનલ ડિસ્ટ્રીક્ટ સેસન્સ કોર્ટે આજે તમામ ૧પ દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. રંજીતની ૧૯ મી ડિસેમ્બર ર૦ર૧ માં અલપ્પુઝામાં તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના સભ્યો હતાં. પીડિત પક્ષે કોર્ટમાં હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવા માંગ કરી હતી.

રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં માવેલિકારા એડિશનલ ડિસ્ટ્રીક્ટ સેસન્સ કોર્ટે આરોપીઓને આ હત્યામાં સીધા સંડોવાયેલા હોવાનું શોધી કાઢ્યું છે. આ ૮ આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦ર (હત્યા), ૧૪૯ (ગેરકાયદેસર રીતે સભા), ૪૪૯ (મૃત્યુની સજાને પાત્ર ગુનામાં (ઘરની ઉપેક્ષા), પ૦૬ (ગુનાહિત ધાકધમકી) અને ૩૪૧ (ગુનાહિત દુષ્કર્મ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. (આઈપીસી) માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. (પુરુષો પર સંયમ રાખવાનો) જ્યારે હત્યાના સમયે, ૯ આરોપીઓ હથિયારોથી સજ્જ હતાં અને રણજીત સિંહના ઘરની બહાર ચોકી કરતા હતાં. કોર્ટે તેમને આઈપીસીની કલમ ૩૦ર આર/ડબલ્યુ ૧૪૯ અને ૪૪૭ હેઠળ દોષિત ઠેરવ્યા હતાં.

કોર્ટે આરએસએસ નેતાની હત્યામાં નઈમ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, અબ્દુલ કલામ, સફરૂદ્દીન, મંશાદ, જસીબ રાજા, નવાઝ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાયુંગલ અને શેરનુસ અશરફને દોષી ઠેરવ્યા હતાં. તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.

રણજીત બીજેપીના ઓબીસી મોરચા સાથે પણ જોડાયેલા હતાં. પીડિતના પક્ષે કોર્ટમાં ગુનેગારોને મહત્તમ સજા કરવાની માગણી કરી હતી. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીઓ પ્રશિક્ષિત હત્યારા હતાં અને તેઓએ રણજીતની તેની માતા, બાળકો અને પત્નીની સામે નિર્દયતાથી હત્યા કરી હતી.

હેમંત સોરેનના દિલ્હીના નિવાસમાંથી ઈડીએ બે કાર અને ૩૬ લાખ રોકડા કર્યા જપ્તઃ વધતો વિવાદ

ઝારખંડના મુખ્યમંત્રીને લઈને વિવાદ વધી રહ્યો છે. ભાજપે તેઓ ગૂમ થયાના પોષ્ટર લગાવી ઈનામ જાહેર કર્યું છે, તો ઈડીએ બે કાર અને ૩૬ લાખની રોકડ હેમંત સોરેનને ત્યાંથી જપ્ત કરી હોવાના અહેવાલો પણ વહેતા થયા છે.

ઈડીની ટીમ ર૯ જાન્યુઆરીના ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હીના ઠેકાણા પર પહોંચી હતી, પરંતુ તેઓ મળ્યા નહીં, અત્યાર સુધી તેમની કોઈ ભાળ મળી નથી. ઝારખંડના સીએમ હેમંત સોરેન છેલ્લા ર૪ કલાકથી કયાં છે તેની કોઈને ખબર નથી. આ તરફ, ડીઈએ હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી ૩૬ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. બે કાર પણ જપ્ત કરવામાં આવી છે.

તપાસ એજન્સીએ સોરેનની ગેરહાજરીમાં દિલ્હીના શાંતિ નિકેતનમાં આવેલા ઘરે દસ્તાવેજોની તપાસ કરી હતી. મોડી સાંજે ઈડીએ સોરેનની ૧ કરોડ રૂપિયાની બીએમડબ્લયુ કાર સહિત બે કાર જપ્ત કરીને લઈ ગઈ હતી. સોરેનના ઘરેથી ૩૬ લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. સીએમનું સરકારી પ્લેન પણ રાંચિના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યું છે.

આ તરફ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને રાજ્યના ગૃહ સચિવ અવિનાશ કુમાર, ડીજીપી અજ્યકુમાર અને મુખ્ય સચિવ એલ. ખ્યાંગ્તેને રાજભવન બોલાવ્યા હતાં. ત્રણેય અધિકારીઓ રાજ્યપાલ સાથે મુલાકાત બાદ રાજભવનથી નીકળ્યા હતાં. રાજકીય પરિસ્થિતિ પર રાજ્યપાલ સીપીએ કહ્યું કે તમારી જેમ હું પણ સીએમ હેમંત સોરેનના જવાબની રાહ જોઈ રહ્યો છું. કાયદાથી ઉપર કોઈ નથી. આપણે બધા બંધારણના દાયરામાં છીએ. શાસક પક્ષનું આ વર્તન યોગ્ય નથી.

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમે કહ્યું કે જો મુખ્યમંત્રી અહીં હોત તો તેઓ પોતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હોત. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) એ દિલ્હી પોલીસને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને શોધીને લાવવા કહ્યું છે. મંગળવારે ૩૦ જાન્યુઆરીએ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આ વાત સામે આવી છે. હેમંત સોરેન છેલ્લા ર૪ કલાકથી કયાં છે તે કોઈને ખબર નથી.

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) એ એક નિવેદન જારી કરીને કહ્યું – જ્યારથી ઝારખંડમાં આદિવાસી યુવા હેમંત સોરેનના સક્ષમ નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની છે, ત્યારથી કેન્દ્ર સરકાર અને ભાજપ સરકાર તેને પાડવાનું ષડયંત્ર કરી રહી છે. તમામ રાજકીય પ્રયાસો બાદ હવે કેન્દ્ર અને ભાજપ બંધારણીય સંસ્થાઓનો દુરૂપયોગ કરી રહ્યા છે.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર લખ્યું કે મેં પહેલેથી જ કહ્યું હતું કે ઝારખંડ સરકારના એડવોકેટ જનરલ મારા ઝારખંડની આન બાન અને શાન બહાદુર શિબુ સોરેનજીના પુત્ર મુખ્યમંત્રી હેમંત સોરેન જીને ભાગેડુ જાહેર કરશે. આજે મારી વાત સાચી સાબિત થતી જણાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાં તો હેમંત સોરેનજી દિલ્હીથી ભાગી ગયા હતા અથવા બીમાર પડયા હતા અથવા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઝારખંડના રાજ્યપાલે તેમના સુરક્ષા અધિકારીને બરતરફ કરવા જોઈએ. ઝારખંડનું નાક કપાઈ ગયું. ભાજપે હેમંત સોરેન ગૂમ થયા હોવાના પોષ્ટરો લગાવી ૧૧ હજારનું ઈનામ જાહેર કર્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે.

પહેલા ર૦ જાન્યુઆરીએ ઈડીએ હેમંત સોરેનની સીએમ હાઉસમાં લગભગ સાડા સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ એજન્સીએ તેમને તેમની આવકના સ્ત્રોત અને આવકવેરા રિટર્નના આપેલી વિગતોને લગતા પ્રશ્નો પૂછયા હતાં. આ પૂછપરછ ડીએવી બરિયાતુની પાછળ આવેલી ૮.૪૬ એકર જમીનને લગતી હતી.

પૂછપરછ બાદ સીએમ સોરેન સમર્થકોને સંબોધતા કહ્યું કે ઈડી ના તમામ સવાલોના જવાબ આપી દીધા છે. જો વધુ પૂછપરછ હોય તો હું જવાબ આપવા તૈયાર છું. આ પછી ઈડીએ તેમને ર૭ થી ૩૧ જાન્યુઆરી વચ્ચે બીજી પૂછપરછ માટે સમય અને સ્થળ જણાવવા કહ્યું હતું.

ર૦ જાન્યુઆરીએ ઈડીની ટીમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે ૯૦ વાહનોમાં સીએમ હાઉસ પહોંચી હતી. તેમાંથી ૩ વાહનોમાં અધિકારીઓ હતા, જ્યારે ૬ વાહનો તેમની સુરક્ષા માટે તહેનાત હતાં.

 

ચંદીગઢના મેયરપદે ભાજપના મનોજ સોનગરનો વિજય

ચંદીગઢ મ્યુ. કોર્પોરેશનના મેયરની ચૂંટણીમાં ભાજપના મનોજ સોનગરનો વિજય થયો છે. તેમને ૧૬ મતો મળ્યા છે, જ્યારે વિપક્ષ ગઠબંધનને ૧૨ મતો મળ્યા છે. આઠ મતો રદ્દ થયા છે. કોંગ્રેસના કુલદીપકુમારની હાર થઈ છે.

આમ, ચંદીગઢના મેયર તરીકે મનોજ સોનગરને વિજેતા ઘોષિત કરાયા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ ગઠબંધન કર્યુ હતું, અને ભાજપને હરાવવાનું બીડુ ઝડપ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ રદ્દ થયેલા આઠ મતોનો વિવાદ વકરી શકે છે.

છેલ્લા અહેવાલો મુજબ મેયરપદની ચૂંટણીના આ પરિણામ સામે આમઆદમી પાર્ટી હવે હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સાઈફર કેસમાં દસ વર્ષની સજા

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સૃાઈફન કેસમાં અદાલતે ૧૦ વર્ષની સજા ફટકારી છે, અને પૂર્વ વિદેશમંત્રી શાહ મ!મદ કુરેશીને પણ સજા ફટકારી હોવાનું જાણવા મળે છે.

અહેવાલો મુજબ ઓફિશ્યલ સિક્રેટ એક્ટના ભંગ બદલ એટલે કે કેસની દેશની ખાનગી માહિતી લીક કરવા બદલ દોષિત ઠરાવાયા છે. રાવલપિંડીના સ્પેશ્યલ કોર્ટના જજે અદિયાલા જેલમાં આ સજા સંભળાવી હતી. પૂર્વ વિદેશ મંત્રી શાહમહંમ્મદ કુરેશીને પણ ૧૦ વર્ષની સજા સંભળાવાઈ છે. બન્નેની હાજરીમાં જજ અંબુલ હસનત જુલ્કરનૈને આ ફેંસલો સંભળાવ્યો હતો.

પાકિસ્તાનમાં એપ્રિલ-ર૦રર માં ઈમરાન ખાનની સરકારના પડ્યા બાદ, ઈમરાને દાવો કર્યો હતો કે, અમેરિકા અને તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરૃં ઘડ્યું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલિન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઈફર કહેવામાં આવે છે.

આ સાઈફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાનખાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઈમરાને દાવો કર્યો હતો કે, અમેરિકાના ઈશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતે આ પત્ર નેશનલ સીક્રેટ હોય છે, જે જાહેર સ્થળો પર બતાવી શકાતો નથી.

ભારતીય નૌકાદળે દરિયા વચ્ચે દિલધડક ઓપરેશન કરીને ઓગણીસ પાકિસ્તાનીને ચાંચિયાઓથી છોડાવ્યા

ભારતીય યુદ્ધ જ્હાજ આઈએનએસ સુમિત્રાએ સોમવારે ૧૯ પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જ્હાજને હાઈજેક કર્યું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે.

ભારતીય નૌકાદળે દરિયામાં ૧૯ પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચૂંગાલમાંથી બચાવ્યા હતાં. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસતાની નાગરિકોને બચાવી લીધા હતાં.

એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નૌકાદળના યુદ્ધ જ્હાજ આઈએનએસ સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ ૮૦૦ નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયેલા ફિશિંગ જ્હાજ ‘અલ નૈમી’ અને તેના ક્રૂને બચાવ્યા હતાં. ભારતીય નૌકાદળે ર૪ કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જ્હાજને બચાવ્યું છે.

છેલ્લા ર૪ કલાકમાં આ બીજો કિસ્સો છે, જ્યારે ભારતીય નૌકાદળે તેમના યુદ્ધ જ્હાજને ચાંચિયાઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધરવા મોકલ્યું હોય, આ પહેલા રવિવારે રાતરે પણ ભારતે ઈરાનના માછીમારી જ્હાજ એફવી ઈમાનને બચાવી લીધું હતું. આ પણ ચાંચિયાઓએ કબજે કરી લીધું હતું. ઈરાની ધ્વજ ધરાવતા જ્હાજમાં ૧૭ ઈરાની ક્રૂ મેમ્બર હતાં. બન્ને ઓપરેશન ૮પ૦ નોટિકલ માઈલ એટલે કે કોચીથી પશ્ચિમમાં ૧પ૭૪ કિલોમીટર દૂર પાર પાડવામાં આવ્યા હતાં.

ચાંચિયાઓની કહાની પણ રસપ્રદ છે. સોમાલિયા એક એવો દેશ છે, જેના સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર છે. ૧૯૯૦ સુધી સોમાલિયાનું અર્થતંત્ર માછીમારી પર નિર્ભર હતું, ત્યારે ચાંચિયાઓનો ડર નહોતો. મોટાભાગના લોકો માછલીનો વેપાર કરતા હતાં. પછી અહીં ગૃહયુદ્ધ શરૂ થયું. સરકાર અને નૌકાદળ હવે નથી. વિદેશી કંપનીઓએ એનો ફાયદો ઊઠાવ્યો.

સોમાલિયાના લોકો નાની હોડીઓમાં માછલી પકડતા હતાં. વિદેશી કંપનીઓના મોટા ટ્રોલર્સ આવીને તેમની સામે ઊભા રહ્યા. લોકોનો રોજગાર છીનવાઈ જવા લાગ્યો. એનાથી પરેશાન થઈને સોમાલિયાના લોકોએ હથિયાર ઉપાડ્યા અને સમુદ્રી લૂંટારા બની ગયા. દરિયાઈ માલવાહક જ્હાજોનો મોટો કાફલો સોમાલિયાના કિનારેથી પસાર થતો હતો.

માછીમારો લૂંટારા બનીને આ જ્હાજોને નિશાન બનાવવા લાગ્યા. તેમણે વહાણ છોડવાના બદલામાં ખડણી લેવાનું શરૂ કર્યું. ર૦૦પ સુધીમાં આ ધંધો એટલો મોટો થઈ ગયો હતો કે પાઈરેટ સ્ટોક એક્સચેન્જ બનાવવામાં આવ્યું હતું. એનો અર્થ એ છે કે લોકો તેમની કામગીરીને ભંડોળ આપવા માટે લૂંટારાઓમાં રોકાણ કરી શકે છે. એના બદલામાં લોકોને લૂંટેલા નાણાનો મોટો હિસ્સો મળશે.

બિગ બોસ 17નું ફિનાલે: મુનવ્વર ફારુકી બન્યો વિનર, બર્થ ડે પર મુનવ્વરને મળી ગિફ્ટ, અભિષેક રહ્યો રનર્સઅપ

અનેક અઠવાડિયાની ભાવનાત્મક ઉથલપાથલ, ભારે લડાઈ અને ઝઘડાઓ અને વિવદાસ્પદ ઘટનાઓ પછી, આખરે બિગ બોસ 17 ની સમાપ્તિ થઈ છે. રિયાલિટી શોનું ગ્રાન્ડ ફિનાલે, રવિવારની રાત્રે સુનિશ્ચિત, ટોચના પાંચ ફાઇનલિસ્ટ અંકિતા લોખંડે, મનારા ચોપરા, મુનવ્વર ફારુકી, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી વચ્ચે ફિનાલે યોજાયું હતું. ફિનાલેમાં સલમાન ખાને વિજેતાના નામની જાહેરાત કરી હતી. ફિનાલેમાં મુનવ્વર ફારુકી અને અભિષેક કુમાર ફાઈનલમાં રહ્યા હતા. આ શો આ વખતે 105 દિવસ સુધી ચાલ્યો હતો. અંતિમે સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીને વોટીંગના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

જેમ જેમ ફિનાલે આગળ વધ્યું તેમ તેમ રોમાંચ વધ્યો હતો. પાંચ પૈકી સૌ પ્રથમ અરુણ માશેટ્ટી વિનરની રેસમાંથી બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ ચોંકાવનારી રીતે અંકિત લોખંડે ફિનાલેની વિનર રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ખુદ સલમાન ખાને પણ આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્ચું હતું. સલામને કહ્યું કે અંકિતાને વિનર તરીકે જોતો હતો પરંતુ એવું તો શું થયું કે અંકિતા વિનરની કોમ્પીટીશનમાંથી બહાર થઈ ગઈ છે. મારી નજરમાં અંકિતા વિનર છે.

સલમાન ખાને ત્યાર બાદ ટોપ થ્રી કન્ટેસ્ટન્ટમાંથી ટોપ ટૂની જાહેરાત કરી હતી. જેમાં મનારા ચોપરા ફિનાલેની રેસમાંથી આઉટ થઈ હતી. છેવટે મુનવ્વર અને અભિષેક ફિનાલેની રેસમાં આબાદ અને અણનમ રહ્યા હતા. આજે મુનવ્વર ફારુકીનો જન્મ દિવસ છે. તેની બહેને મુનવ્વરનો બર્થ ડે હોવાનું કહ્યું હતું,

ભારતીય ટેલિવિઝનના સૌથી મોટા વિવાદાસ્પદ શો ‘બિગ બોસ સિઝન 17’નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો. અંતિમ એપિસોડમાં પહોંચેલા ટોચના 5 સ્પર્ધકોમાં અંકિતા લોખંડે, મુનવ્વર ફારુકી, મનારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી વચ્ચે મુકાબલો થયો. બિગ બોસના ફેન્સ ફિનાલે એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિનાલે એપિસોડ કલર્સ ટીવી પર ઓન એર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિનાલે ટીવી પર 6 કલાક બતાવવામાં આવશે. 6 વાગ્યાથી OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર પણ ફિનાલનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. અભિનેતા કરણ કુન્દ્રા, શાલીન ભનોટ, પૂજા ભટ્ટ અને અમૃતા ખાનવિલકર અંતિમ સપ્તાહમાં ટોપ-5 સ્પર્ધકોમાં સામેલ થવા માટે ‘બિગ બોસ 17’ ના ઘરમાં અડીખમ રહ્યા હતા.

સ્પર્ધકોના મિત્રો સપોર્ટ કરવા આવ્યા હતા

પોતાના નિયમોને તોડીને, બિગ બોસે વરિષ્ઠ પત્રકાર દિબાંગને શોની પાછલી સીઝનના પ્રખ્યાત ચહેરાઓ સાથે પરિચય કરાવ્યો. કરણ કુન્દ્રા શોમાં મુનવ્વર ફારુકીને સપોર્ટ કરવા આવ્યો હતો. જ્યારે મરાઠી અભિનેત્રી અમૃતા ખાનવિલકર, જે 20 વર્ષથી અંકિતા લોખંડેની મિત્ર છે, તેણે પણ તેને સપોર્ટ કરવા માટે શોમાં પ્રવેશ કર્યો. શાલિન ભનોટે માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મુકીને અભિષેક કુમારને ટેકો આપ્યો હતો. તેણીએ અભિષેકને ઘરની બહાર સંયમ અને સ્થિરતા જાળવવાની સલાહ આપી. પૂજા ભટ્ટે મનારા ચોપરાના વખાણ કર્યા અને તેને ચેમ્પિયન ગણાવી.

અભિષેક કુમારનું પાવર-પેક્ડ ડાન્સ પર્ફોર્મન્સ
‘બિગ બોસ’ની 17મી સીઝનના ફાઇનલિસ્ટમાંના એક અભિનેતા અભિષેક કુમાર વિવાદાસ્પદ રિયાલિટી શોના ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના પાવર-પેક્ડ પર્ફોર્મન્સથી સ્ટેજ પર આગ લગાવતા જોવા મળ્યો. છેલ્લા એક્ટમાં અભિષેક ફિલ્મ ‘કબીર સિંહ’ના ગીત ‘બેખયાલી’ પર પરફોર્મ કરતો જોવા મળ્યો. અભિનેતા કાળા પોશાકમાં સોલો પરફોર્મ કર્યું. ભારતના સૌથી મોટા રિયાલિટી શોમાં 100 દિવસથી વધુની સફર બાદ શોની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ વખતે બિગ બોસ પોતે સભ્યો સાથે ગેમ રમતા જોવા મળ્યા હતા.

અંકિતા અને વિક્કીએ કર્યું પર્ફોર્મ

અંકિતા લોખંડે અને પતિ વિક્કી જેૈને પણ પર્ફોર્મ કર્યું હતું. તેમણે ધમાકેદાર કપલ ડાન્સ કર્યો અને લોકોને ભરપુર મનોરંજન પુરું પાડ્યું હતું. શોમાં પહેલી વાર કપલ એન્ટ્રી થઈ હતી. વિક્કી-અંકિતા ઉપરાંત નીલ અને ઐશ્વર્યાની પણ કપલ એન્ટ્રી કરવામાં આવી હતી.

 

“નીતિશ કુમાર પલ્ટુમાર નેતા, ભાજપ સાથેનું ગઠબંધન વિધાનસભાની ચૂંટણી સુધી નહીં ટકે|: પ્રશાંત કિશોર

બિહારમાં સત્તા પરિવર્તન પર તીખી ટિપ્પણી કરતા, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતિશ કુમારને “પલટુમાર” ગણાવ્યા અને કહ્યું કે ફ્લિપ-ફ્લોપ તેમની રાજનીતિનો એક ભાગ બની ગયો છે. ભાજપ પર કટાક્ષ કરતા પ્રશાંતે કહ્યું કે, જે લોકો થોડા દિવસો પહેલા નીતિશ કુમારની ટીકા કરતા હતા તેઓ હવે તેમનું સ્વાગત કરી રહ્યા છે.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું, “હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષ બદલી શકે છે. તે તેમની રાજનીતિનો એક ભાગ બની ગયો છે. પરંતુ આજની ઘટનાક્રમે બતાવ્યું છે કે બિહારમાં તમામ પક્ષો અને નેતાઓ ‘પલ્ટુમાર’ છે.

ચૂંટણી વ્યૂહરચનાકાર 2018 માં થોડા સમય માટે JDUમાં જોડાયા હતા અને તેમને પક્ષના ઉપાધ્યક્ષના પદ પર બઢતી આપવામાં આવી હતી. જો કે, નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવાના JDUના નિર્ણયની ટીકા કરતી તેમની ટિપ્પણી પછી તરત જ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ભાજપ મહિનાઓ પહેલા કહેતી હતી કે નીતિશ કુમાર માટે તેના દરવાજા બંધ છે. ભાજપના નેતાઓ ગઈ કાલે નીતિશ કુમારને ગાળો ભાંડી રહ્યા હતા, હવે તેમને સુશાસનના પ્રતિક તરીકે સન્માનિત કરવામાં આવશે. આરજેડી, જે તેમને ભવિષ્ય માટે નેતા ગણાવતી હતી, આજે બિહારમાં ભ્રષ્ટાચાર જોવા મળશે.”

તેમણે કહ્યું કે દુનિયા જાણે છે કે નીતીશ કુમાર પલ્ટુમાર છે અને આ હવે ચર્ચા કરવા યોગ્ય વિષય નથી. આજની ઘટનાઓ દર્શાવે છે કે નીતિશ કુમારે રાજ્યની રાજનીતિને પોતાના રંગમાં રંગી દીધી છે અને ભાજપ અને આરજેડી નીતિશ કુમારની જેમ મોટા ‘પલ્ટુમાર’ છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, બિહારના વિકાસ પર પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોરે વધુ એક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે હું વધુ એક ભવિષ્યવાણી કરું છું અને જો હું ખોટો સાબિત થઈશ તો તમે મને પકડી શકો છો, બનેલું ગઠબંધન વિધાનસભાની ચૂંટણી સુધી ટકશે નહીં. હકીકતમાં, તે લોકસભા ચૂંટણીના થોડા મહિનામાં તૂટી શકે છે.”

” જ્યાં હતા, ત્યાં પાછા ફર્યા, હવે અહીં-તહીં જવાનો પ્રશ્ન જ નથી”: ભાજપ સાથે સરકાર બનાવવા અંગે નીતિશ

બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા અને ફરી એકવાર ભાજપ સાથે મળીને સરકાર બનાવી. રવિવારે સાંજે રાજભવન ખાતે સીએમ પદના શપથ લીધા બાદ નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા છે, હવે અહીં-ત્યાં જવાનો સવાલ જ નથી. નીતિશ કુમારે કહ્યું કે અમે બિહારના હિતમાં સતત કામ કરી રહ્યા છીએ. વિકાસના કામો વધુ ઝડપથી થશે.

ઉલ્લેખનીય છે કે બિહારની રાજનીતિ ઝડપથી બદલાઈ રહી છે. નીતિશ કુમાર રવિવારે મહાગઠબંધનથી અલગ થઈ ગયા અને ફરી એકવાર NDAમાં જોડાયા.

તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો 

નીતિશ કુમારે મહાગઠબંધન છોડ્યા બાદ આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે “…મને એક વાત સ્પષ્ટપણે કહેવા દો, રમત હમણાં જ શરૂ થઈ છે, રમત હજી બાકી છે… હું જે કહું છું તે કરું છું. તમે તેને લેખિતમાં લો, જેડીયુ પાર્ટી 2024 માં જ સમાપ્ત થઈ જશે. નોંધનીય છે કે વર્ષ 2022માં નીતિશ કુમાર એનડીએ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે મળીને સરકાર બનાવી હતી. હવે ફરી એકવાર તેમની પાર્ટી એનડીએમાં સામેલ થઈ ગઈ છે.

પીએમ મોદીએ નીતિશ કુમારને અભિનંદન પાઠવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ નીતિશ કુમારને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકાર રાજ્યના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહીં. પ્રધાનમંત્રીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ આપ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બિહાર સરકારની નવી ટીમ સંપૂર્ણ સમર્પણ સાથે રાજ્યના લોકોની સેવા કરશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, “બિહારમાં રચાયેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં.”

કોંગ્રેસ પાર્ટીએ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ મહાગઠબંધન છોડવાના કુમારના નિર્ણયથી પહેલાથી જ વાકેફ હતા. પણ તેમણે ‘ભારત’ને અખંડ રાખવા માટે કશું કહ્યું નહીં. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “દેશમાં ‘આયા રામ-ગયા રામ’ જેવા ઘણા લોકો છે. પહેલા તે અને અમે સાથે લડતા હતા. જ્યારે મેં લાલુ (પ્રસાદ) જી અને તેજસ્વી (યાદવ) જી સાથે વાત કરી તો તેઓએ પણ કહ્યું કે નીતીશ જઈ રહ્યા છે.

બાળકનો કબજો જૈવિક પિતા પાસે હોય તો ગેરકાયદે કસ્ટડી ન ગણાય: ગુજરાત હાઇ કોર્ટ

છ વર્ષની દીકરીને લઇને પરપુરુષ સાથે ભાગી ગયેલી માતાએ કરેલી હેબિયસ કોર્પસ અરજીની આજે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે પુત્રીનો કબજો તેના જૈવિક પિતા પાસે જ છે, તેથી તેને ગેરકાયદે કસ્ટડી કહી શકાય નહિ.

આ કેસમાં પત્ની તેના પતિના મિત્ર સાથે સંબંધોને પગલે પોતાની દીકરીને લઇને કચ્છ જતી રહી હતી, જે પછી માસૂમ દીકરીને પત્ની અને તેના પ્રેમી દ્વારા માર મારવામાં આવતો હોવાની જાણ થતા તે પુત્રીને પોતાની પાસે લઇ આવ્યો હતો. આથી પતિ પાસેથી પુત્રીને પરત મેળવવા માટે પત્નીએ ગુજરાત હાઇ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.

જો કે કેસની સુનાવણી દરમિયાન પત્ની અને તેના પ્રેમીના ગુનાહિત ઇતિહાસની વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ચોંકાવનારી વિગતો હાઇ કોર્ટના ન્યાયાધીશ દ્વારા ધ્યાનમાં લેવાતા તેમજ વારંવારની તક આપવા છતા અરજદાર પત્ની પોતે પણ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

આ ઉપરાંત જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે બાળકીને પણ રૂબરુ બોલાવી તેની ઇચ્છા જાણી હતી કે તેને કોની પાસે રહેવું છે, બાળકીએ જવાબમાં પિતાનું નામ લીધું હતું. આમ હાઇ કોર્ટે બાળકીની ઇચ્છાને ધ્યાનમાં રાખીને પણ પત્નીને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

 

બિગ બોસ 17 ફિનાલે: શું મુનવ્વર ટોપ 2ની રેસમાંથી બહાર થઈ ગયો? જાણો કોની વચ્ચે છે જબરદસ્ત ફાઈટ

બિગબોસ-17ના ફિનાલનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. અંકિતા લોખંડે, મુનવ્વર ફારૂકી, અરુણ માશેટ્ટી, અભિષેક કુમાર અને મનારા ચોપરા અંતિમ રેસમાં પહોંચી ગયા છે. જીત માટે આ પાંચેય વચ્ચે જબરદસ્ત હરીફાઈ હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન, જે ટ્વીટ સામે આવી છે તે મુજબ, સૌથી લોકપ્રિય સ્પર્ધક મુનવ્વર ફારુકી ટોપ 2માંથી બહાર થઈ ગયો છે.

મુનવ્વર ટોપ 2માંથી બહાર?

એક તરફ સોશ્યિલ મીડિયા પર મુનવ્વરના વિજેતા બનવાને લઈ આજે સવારથી મોટા પ્રમાણમાં ટ્રેન્ડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મુનવ્વર ડ વિર હોવાનું વિવિધ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, પણ બીજી તરફ વોટિંગ ટ્રેન્ડ મુજબ મુનવ્વર ફારુકી સતત ટોપ પર હતો. હવે એક ટ્વિટએ બધાને ચોંકાવી દીધા છે.

સોશિયલ મીડિયા હેન્ડલ ‘BiggBoss_Tak’ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, મુનવ્વર ટોપ 2ની રેસમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ હવે ટ્રોફી માટે અભિષેક કુમાર અને અંકિતા લોખંડે વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. જો કે અંતિમ પરિણામ પહેલા કંઈ કહી શકાય તેમ નથી. જ્યાં સુધી વિજેતાના નામની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કંઈપણ કહેવું મુશ્કેલ બની શકે છે.

ટોપ 5 સ્પર્ધકો કોણ છે?

લગભગ ત્રણ મહિનાની લાંબી મુસાફરી પછી, શો બિગ બોસ 17 આખરે આ સિઝનનો વિજેતા મળશે. આ રેસમાં ટોપ 5 ફાઇનલિસ્ટ છે. અંકિતા લોખંડે, મુનવ્વર ફારૂકી, મનારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટી આ રેસમાં છે. એક તરફ કરણ કુન્દ્રા મુનવ્વરને સપોર્ટ કરવા આવ્યો તો બીજી તરફ તેની મિત્ર અભિનેત્રી અમૃતા ખાનવિલકર અંકિતા લોખંડેને સપોર્ટ કરવા આવી હતી. એ જ રીતે મનારા માટે પૂજા ભટ્ટ, અભિષેક કુમાર માટે શાલિન ભનોટ અને અરુણ માશેટ્ટી માટે નિર્માતા સંદીપ સિકંદ સપોર્ટ આપવા માટે આવ્યા હતા.