દિવાળીના દિવસોમાં આ દિવસે બંધ રહેશે બેંક, પતાવી લેજો કામ

હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં માત્ર 14 દિવસ જ બચ્યા છે. પણ આ દરમિયાન એવાં કેટલાય દિવસો છે, જ્યારે દેશનાં અલગ-અલગ ભાગોમાં બેંક બંધ રહેશે. તેવામાં એ જરૂરી છે કે, સમય રહેતાં તમે બેંકિંગ સાથે જોડાયેલાં કામ નિપટાવી લો. 31 ઓક્ટોબર પહેલાં અલગ-અલગ કારણોને કારણે દેશની મોટાભાગની બેંક બંધ રહેશે. ન્યુઝ એજન્સીની જણાવ્યા પ્રમાણે 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે બેંક યુનિયને હડતાળની ઘોષણા કરી છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી પરિસંઘ તરફથી બોલાવામાં આવેલી આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે. જો આ હડતાળ થશે તો 22 ઓક્ટોબરે બેંક બંધ રહેશે. થોડા દિવસો પહેલાં સરકારે 10 બેંકોનાં વિલયનું એલાન કર્યું હતું. આ વિલય બાદ 4 નવી બેંક અસ્તિત્વમાં આવશે. જે આંધ્રા બેંક, ઈલાહાબાદ બેંક, સિંડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું અસ્તિત્વ નહીં રહે.

22 ઓક્ટોબર પહેલાં 20 ઓક્ટોબર રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા હશે. તો આ જ રીતે 26 ઓક્ટોબરે શનિવારને કારણે પણ બેંક બંધ રહેશે. કહેવાનો મતલબ છે કે, 27 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં 3 દિવસ બેંક બંધ રહેશે. તો 27 ઓક્ટોબરે દિવાળી છે અને રવિવાર છે. ત્યારે પણ બેંક બંધ જ રહેશે. દિવાળી બાદ 28 ઓક્ટોબરે દેશનાં અલગ અલગ ભાગોમાં બેંક નહીં ખૂલે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે પણ બેંક બંધ રહેશે.

લગ્ન માટે 10 વર્ષની બાળકીને 50 હજારમાં વેચાઈ, પતિની ઉંમર જાણીને ચોંકી જશો

કહેવાય છે કે, દીકરી છે તો આવતી કાલ છે, પરંતુ આ કાલને ઉજ્જવળ બનાવવા માટે તેમની આજને સુધારવી જરૂરી છે. જો કે શિક્ષણના અભાવ અને ગરીબીના કારણે દેશના પછાત રાજ્યો અને ગામડાઓમાં મહિલાઓ અને બાળકીઓની સ્થિતિ બદતર છે. આવો જ એક કિસ્સો વિક્સિત ગણાતા ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં એક 10 વર્ષની આદિવાસી બાળકીને 50 હજાર રૂપિયામાં વેચવાનો કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રહેતી આ સગીર બાળકીને લગ્ન કરવા માટે વેચી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે, જે યુવકને આ બાળકી વેચવામાં આવી તેની ઉંમર 35 વર્ષની છે. આ સગીરાને ખરીદનાર યુવક અસારવાનો છે. આ કિસ્સો મીડિયામાં આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને મંગળવારે બાળકીને આરોપીના ઘરેથી છોડાવી હતી. બાળકીને હાલ મહિલા સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છે.

આ બાબતે બનાસકાંઠા જિલ્લાના એક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું કે, આ કેસમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ માસૂમ બાળકીના લગ્ન કરવા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયો પર પાલનપુરમાં રહેતા સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક ઓફિસરની નજર પડી તો તેમણે તરત જ એક્શન લીધી હતી. તેમણે પોલીસની મદદથી આ બાળકીને છોડાવી હતી.

આ વાયરલ વીડિયો મારફતે 35 વર્ષના યુવકની પણ ઓળખ થઈ ચૂકી છે. આ યુવકની ઓળખ ગોવિંદ ઠાકોર તરીકે થઈ છે. વીડિયોમાં આ યુવક ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે સગીરા સાથે લગ્ન કરીને તેની સેથીમાં સિંદૂર ભરતો જોવા મળી રહ્યો છે. પોલીસે સગીરના પિતાની પણ ઓળખ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 2 મહિના પહેલા બાળકી જ્યારે મેળામાં ફરવા ગઈ હતી, ત્યારે ગોવિંદ ઠાકોરની નજર તેના પણ પડી અને તે તેને ખરીદવા માટે તૈયાર થઈ ગયો હતો. એક મધ્યસ્થી જગમાલ ગામરે મેળામાં બાળકી વિશે ઠાકોરને જણાવ્યું હતું. ઠાકોરે 50 હજાર રુપિયા આપીને બાળકી સાથે લગ્ન કરવા તૈયારી દર્શાવી અને બાદમાં લગ્ન કર્યા હતા.

FIRમાં એ વાત સામે આવી છે કે, બાળકીના પિતા જ્યારે સગીરાને લેવા માટે તેના સાસરે પહોંચ્યા હતા, પરંતુ ગોવિંદ ઠાકોરે બાળકીને સાથે મોકલવાનો ઈન્કાર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, બાળકીને વેચવા માટે દોઢ લાખ રુપિયામાં સોદો કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલે પોલીસે બાળકીના પિતા, ગોવિંદ ઠાકોર અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ દેશની યુવતીઓ સાથે ભુલથી પણ સેક્સ કરતા નથી, તમને પણ થઈ જશે AIDS

૧૧ લાખની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજય મિઝોરમમાં એચઆઇવી ગ્રસ્ત લોકોની સંખ્યા વધતી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રાજયના ૨.૦૪ ટકા લોકોને એચઆઇવીએ ભરડો લીધો છે. જયારે મણીપુરમાં ૧.૪૩ અને નાગાલેન્ડમાં આ દર ૧.૫ ટકા છે. આ સાથે જ એઇડઝના દર્દીઓની સંખ્યા ધરાવતું સૌથી મોટું રાજય બન્યું છે. આની સરખામણીમાં ભારતમાં એચઆઇવી ધરાવતા લોકોનો દર ૦.૨ ટકા છે.

મિઝોરમના યુવાનો પર પશ્ચીમી જીવનશૈલીની ખૂબ અસર વધારે છે. પૂર્વોત્તર રાજયોમાં એક સમયે વધુ શિક્ષિત રાજય હોવાનું ગૌરવ ધરાવતું મિઝોરમ નવી જ સમસ્યાનો સામનો કરી રહયું છે. બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદને સ્પર્શતા મિઝોરમમાં એઇડઝ ફેલાતો અટકાવવા માટે ઇન્ટીગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ ટેસ્ટીંગ સેન્ટર પર રોજ ૯ થી ૧૦ જેટલા એચઆઇવી કેસ નોંધાય છે. સમગ્ર રાજયમાં આ પ્રકારના ૪૪ ટેસ્ટીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ -દુનિયામાં એચઆઇવીએ માથું ઉંચકયું ત્યારે મિઝોરમમાં ૧૯૯૦મા પ્રથમ કેસ નોંધાયો હતો. હાલમાં કુલ ૧૯૬૩૧ દર્દીઓ છે જયારે આ બીમારીના કારણે અત્યાર સુધી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.

સામાન્ય રીતે ૯૦ ટકા એચઆઇવીના કેસ અસલામત જાતિય સંબંધોથી થતા હોય છે પરંતુ મિઝોરમમાં તેનું પ્રમાણ ૬૬ ટકા જેટલું છે જયારે ૨૮.૧૬ ટકા જેટલા કિસ્સામાં સારવાર દરમિયાન શરીરમાં અપાતા દવાના ઇન્જેકશન જવાબદાર છે. જયારે ૩ ટકા જેટલા કિસ્સામાં માતા પિતા તરફથી બાળકોને મળી છે. એચઆઇવીનો ભોગ બનેલા ૪૨.૩૮ ટકા દર્દીઓ ૨૫ થી ૩૪ વર્ષના છે.

૨૦૧૧-૧૨માં મિઝોરમમાં એચઆઇવી પ્રસરવાનો દર ૪.૮ હતો જે ઘટીને થોડાક સમય માટે ૩.૮ ટકા થયો હતો.ત્યાર પછી ૨૦૧૭-૧૮માં એચઆઇવી ગ્રેસ્ત લોકોની સંખ્યામાં વધારો થતા દર ૭.૫ ટકા થયો હતો. માર્ચ ૨૦૧૯ સુધીની માહિતી મુજબ ૭.૫ ટકાના સ્થાને આ આંકડો વધીને ૯.૨ ટકા થયો છે. ભારતમાં મિઝોરમ જ એક માત્ર એવું રાજય છે જયાં એચઆઇવીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે. મિઝોરમના યુવાનો પર પશ્ચીમી જીવનશૈલીની ખૂબ અસર વધારે છે.

અહીં બનાવવામાં આવી છે જાનવરોની બ્લડ બેંક, બિલાડી અને કુતરાઓ પણ કરી શકે છે રક્તદાન

માણસો માટે બ્લડ બેંક હોવી સામાન્ય વાત છે. પરંતુ શું તમે ક્યારેય જાનવરો માટેની બ્લડ બેંક વિશે સાંભળ્યુ છે. જી હાં દુનિયામાં એવા ઘણા દેશો છે. જ્યાં “પેટ્સ બ્લડ બેંક” બનાવવામાં આવ્યા છે. આ બ્લડ બેંકોમાં સૌથી વધારે કુતરા અને બિલાડીઓનું લોહી છે. કારણકે આ એવાં જાનવરો છે જેને લોકો સૌથી વધારે પાળે છે. જ્યારે કોઈ કુતરો કે બિલાડી બિમાર અથવા તો ઘાયલ થઈ જાય છે તો તેને લોહીની જરૂર પડે છે. તે સમયે આ બ્લડ બેંક જ કામમાં આવે છે.

તમને જાણીને આશ્વર્ય થશે કે કુતરા અને બિલાડીઓમાં પણ માણસોની જેમ અલગ અલગ બ્લડ ગ્રુપ હોય છે. જેમાં કુતરાઓમાં 12 પ્રકારનાં બ્લડ ગ્રુપ હોય છે જ્યારે બિલાડીઓમાં ત્રણ પ્રકારનાં બ્લડ ગ્રુપ હોય છે.

ઉત્તર અમેરિકામાં સ્થિત “પશુ ચિકિત્સા બ્લડ બેંક”ના પ્રભારી ડૉક્ટર કેસી મિલ્સ મુજબ, કેલિફોર્નિયાનાં ડિક્સન અને ગાર્ડન ગ્રોવ શહેરો સિવાય મિશિગનનાં સ્ટૉકબ્રિઝ, વર્જીનિયા, બ્રિસ્ટો અને મેરીલેન્ડના અન્નાપોલિસ શહેર સહિત ઉત્તર અમેરિકાનાં ઘણા શહેરોમાં પશુ બ્લડ બેંક છે. અહીંયા લોકો દર થોડા સમયે પોતાના પાલતુ જાનવરોને લઈ જઈને રક્તદાન કરાવે છે.

ડૉક્ટર મિલ્સે જણાવ્યુ હતુકે, પશુઓનાં રક્તદાનની પ્રક્રિયામાં લગભગ અડધા કલાકનો સમય થાય છે. અને સૌથી વધારે ખાસ વાત એછેકે, તેમને એનેસ્થેસિયા આપવાની પણ જરૂર પડતી નથી.

જોકે, જે જગ્યાઓમાં પશુ બ્લડ બેંક નથી. ત્યાં લોકોને જાગૃત કરવા માટે રક્ત અને પ્લાઝમા દાન કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, બ્રિટન અને અમેરિકામાં લોકો પશુઓનાં રક્તદાન પ્રત્યે જાગૃત છે, જ્યારે બાકીની જગ્યાઓ પર પશુઓનાં રક્તદાન પ્રત્યે હજી જાગૃતતા ફેલાવવાની જરૂર છે

અયોધ્યા કેસમાં આજે જજ સમક્ષ અંતિમ દલીલ, હવે ચૂકાદાની રાહ

બુધવારે એટલે કે, આજે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો દ્વારા અંતિમ દલીલો કરવામાં આવશે, ત્યારબાદ અયોધ્યા કેસમાં ચૂકાદાની માત્ર રાહ જ જોવાની રહેશે.

સુપ્રીમ કોર્ટ આજે અયોધ્યા કેસ અંગે અંતિમ સુનાવણી કરશે. હિન્દુ અને મુસ્લિમ પક્ષો છેલ્લા ચાલીસ દિવસથી સતત દલીલ કરી રહ્યા હતા. આ સુનાવણીને ધ્યાનમાં રાખીને, અયોધ્યામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં દલીલો લગભગ 70 વર્ષથી દેશની અદાલતોમાં ચાલી રહી છે. બુધવારે એટલે કે, આજે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષો દ્વારા અંતિમ દલીલો કરવામાં આવશે, ત્યારબાદ અયોધ્યા કેસમાં ચૂકાદાની અપેક્ષા વધારવામાં આવશે. રામજન્મભૂમિ વિવાદને કારણે દેશના રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, પરંતુ હવે ઘણા દાયકા પછી, એવી અપેક્ષા છે કે આ નિર્ણય ટૂંક સમયમાં આવી જશે.

જજ સમક્ષ છેલ્લી દલીલ

હિન્દુ પક્ષો બુધવારે સુપ્રીમ કોર્ટમાં પોતાની અંતિમ દલીલો રજૂ કરશે, ત્યારબાદ મુસ્લિમ પક્ષના વકીલને જવાબ આપવા માટે એક કલાકનો સમય મળશે. બુધવારે હિન્દુ પક્ષના વકીલ સી.એસ. વૈદ્યનાથનને ચર્ચા માટે 45 મિનિટનો સમય મળશે, આ સિવાય હિન્દુ પક્ષોના અન્ય વકીલો પણ આ જ સમય મેળવશે. બાદમાં, મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને જવાબ આપવા માટે 1 કલાકનો સમય મળશે.

મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પરિવારની કાર હવામાં ઉછળી, CCTV માં કેદ

કોઈ હિન્દી ફિલ્મોમાં કાર હવામાં ઉછળતી હોવાના દ્રશ્યો આપણે જોઉએ જ છે,જો કે એ તો એક સ્ટંટ હોય છે પરંતુ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવી ખરેખરી એક ઘટના ઘટી હતી જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મહારાષ્ટ્રના પનવેલથી અશોક વાડીલાલ પોતાના પરિવાર સાથે રેનોલ્ટ કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા.તેઓ સૂરતથી સીધા જ કેવડિયા આવી રહ્યા હતા કે રાજપીપળા નજીકના કુંવરપુરા ગામના રુદ્રાક્ષ પેટ્રોલ પંપ પાસે એક કારે એમની કારને ટક્કર મારી હતી.દરમિયાન મહારાષ્ટ્રના કાર ચાલકે પોતાની કાર પેટ્રોલ પંપ તરફ વાળી હતી અને કાર ડીવાઈડર પર ચઢી જતા કાર હવામાં ઉછળી હતી અને જાણે કોઈ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોય એવું જ દ્રશ્ય સર્જાયું હતું.કાર હવામાં ઉછળી 4-5 પલ્ટી ખાઈ ગઈ હતી,જોકે કારમાં બેઠેલા 2 પુરુષ,બે મહિલા અને 10 વર્ષોય બાળકીનો આબાદ બચાવ થયો હતો સામાન્ય ઇજાને બાદ કરતાં કોઈ જાનહાની થઈ ન હતી.જોકે પેટ્રોલ પંપના મેનેજરે 108 બોલાવતા તમામને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી પરત ફર્યાં? પતિએ કર્યો આવો ખુલાસો

હાલમાં ચર્ચા હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી પરત ફરે છે. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાં જોવા મળતી નથી. તેણે વર્ષ 2017મા મૅટરનિટી લીવ લીધી હતી. દિશાને ફી તથા કામના કલાકોને લઈ વાંધો હતો અને તેથી જ તે હજી સુધી શોમાં પરત ફરી નથી. જોકે, હવે દિશાના પતિએ કહ્યું હતું કે તે માત્ર સિરિયલના નાનકડાં પોર્શન માટે જ પરત ફરી છે. હજી સુધી તેણે સિરિયલમાં પરત ફરવાનો નિર્ણય લીધો નથી.

રાજ્ય સરકારે દિવાળી વેકેશનની કરી જાહેરાત, જાણો કઈ છે તારીખ

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા 20 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે આ વેકેશન 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રહેશે અને 14 તારીખથી તમામ શાળાઓ રાબેતા મુજબ ચાલુ થશે.

પ્રાથિમક શિક્ષણ નિયામકની પરિપત્ર દ્વારા જાહેરા રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યો છે.સરકારે 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી શાળાઓમાં વેકેશન જાહેર કર્યો છે.14 નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થશે.  દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું દિવાળી વેકેશન જાહેર થયું છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ માટે 24મી ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું છે.ત્યારબાદ તારીખ 14 નવેમ્બરથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે.

કચ્છ : પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે

કચ્છ ભચાઉના નંદગામા પાસે ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની ભીષણ આગા લાગી હતી.પ્લાસ્ટિક મટીરીયલ બનાવતી કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.10 થી  વધુ  ફાયરફાઇટરો  ઘટના સ્થળે  દોડી આવ્યા હતા.આ સિવાય ફાયર વિભાગે ફાયર કોલ જાહેર કર્યો  હતો..આગ પર કાબુ મેળવવા ભચાઉ નગરપાલિકામાંથી અને ગાંધીધામ કંડલા થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આગના કારણે મોટા પ્રમાણમાં નુક્સાન પણ થયું છે

મામલે મળતી માહિતી અનુસાર ભચાઉનાં નંદગામમાં પાસે ઓસવાલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ કંપની પ્લાસ્ટિકનું મટિરિયલ બનાવતી હતી. જેમાં કોઇ કારણોસર મોડી રાતે આગ ભભૂકી હતી.

ઘટના સ્થળે 10થી વધુ ફાયર ફાઇટરની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં પ્રયાશો કરવામાં આવ્યા છે. આ કોલને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.મોડી રાતે લાગેલી આગને કારણે આસાપાસની કંપનીઓનાં માલિકોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં.
આટલા કલાકો બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. તપાસ બાદ જ આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી તેની જાણ થશે.

સુરતની ડુમસ પાસે આવેલી વિબ્ગ્યોર સ્કૂલના બસ ડ્રાઈવરોએ પગાર-બોનસ માંગતા છૂટા કરી દેવાયા

ડુમસ નજીક આવેલી વિબ્ગ્યોર સ્કૂલની બસના ડ્રાઈવરોને છૂટા કરી દેવાયા હતાં. જેથી છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ ગુજરાત લેબર યુનિયન સુરતના નેજા હેઠળ ક્લેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. સામી દિવાળીએ જ છૂટા કરી દેવાતા તેના પરિવારની રોજીરોટીનો સવાલ ઉભો થયો હોવાની રજૂઆત ક્લેક્ટરને કરી હતી.

પગાર-બોનસ મંગાતા છૂટા કરાયા

ડુમસ રોડ પર આવેલી વિબ્ગ્યોર સ્કૂલમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરતાં બસ-વાનના ડ્રાઈવરોને સ્કૂલ સંચાલકો તરફથી છૂટા કરી દેવામાં આવ્યાં હતાં. એક સાથે 37 ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવતાં ડ્રાઈવરો ગુજરાત લેબર યુનિયનના નેજા હેઠળ ક્લેક્ટરને મળવા ગયાં હતાં. ક્લેક્ટરને રજૂઆત કર્યા બાદ ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે, સામી દિવાળી છે ત્યારે પગાર વધારો અને બોનસ માટેની માંગણી કરવામાં આવી હતી એ જેથી રોષ રાખીને અનુભવી ડ્રાઈવરોને છૂટા કરવામાં આવ્યા હતા જ્યારે તેની સામે બિન અનુભવિ અને લાયસન્સ કે બેઝ ન હોય તેવા ડ્રાઈવરોને લેવામાં આવ્યા હોવાનો રોષ રાખ્યો હતો.

અમે આઉટ સોર્સ કરીએ છીએઃ સ્કૂલ મેનેજમેન્ટ

સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે, અમારો કોઈ રોલ નથી હોતો. અમે આઉટસોર્સ કરીએ છીએ. થર્ડ પાર્ટી સેવા લઈએ છીએ. થર્ડ પાર્ટીનો કોન્ટ્રાક્ટ પુરો થયો હતો. સ્કૂલ મેનેજમેન્ટને આ બાબતે કોઈ લેવા દેવા નથી.