ભારતના વિરોધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખેડુત આંદોલનને ફરી વાર સમર્થન આપ્યું

ભારતે કરેલા વિરોધની પરવા કર્યા વિના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ફરી એકવાર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે અભિપ્રાય ઉચ્ચાર્યો હતો. ટ્રૂડોએ કહ્યું કે, અમે સદા માનવ અધિકારો માટે લડતા રહીશું અને અવાજ ઊઠવતા રહીશું. હજુ તો ચોવીસ કલાક પહેલાં ભારતના વિદેશ ખાતાએ દિલ્હીના કેનેડિયન રાજદૂતને બોલાવીને જસ્ટિન ટ્રૂડોએ બે-ત્રણ દિવસ પહેલા ખેડૂત આંદોલન વિશે કરેલા વિધાનનો વિરોધ કરતો પત્ર આપ્યો હતો. આમ છતાં ફરી એકવાર ટ્રૂડોએ ખેડૂત આંદોલન અંગે નિવેદન કર્યુ હતું.

વિદેશ ખાતાએ કહ્યું હતું કે, આ અમારો (ભાતનો) આંતરિક મામલો છે. એમાં દાખલ નહીં કરવી જોઈએ. આમ કરવાનું ચાલુ રહેશે તો ભારત અને કેનેડા વચ્ચેના મૈત્રી સંબંધોને ગંભીર નુકસાન થઈ શકે છે. ટ્રૂડોએ શુક્રવારે ફરી એકવાર એવું વિધાન કર્યુ હતું કે, દુનિયાભરમાં જ્યાં પણ શાંતિપૂર્ણ દેખાવો થતા હશે અને અમે સદૈવ સાથ આપીશું. તનાવ ઘટાડવા માટે ભારત સરકારે લીધેલા પગલાથી અમે ખુશ છીએ.

અત્રે ફરી એ યાદ કરવા જેવું છે કે, ૧૯૮૦ ના દાયકામાં પંજાબમાં ફૂલેલા ફાલેલાલ ખાલિસ્તાન વાદી આતંકવાદી નેતાઓ પોતાની ધરપકડ અને પોતાની સામેના કાનૂની પગલાં નિવારવા કેનેડામાં જઈ વસ્યા છે. કેનેડામાં આમ પણ શીખો અને પંજાબીઓની વસ્તિ વધુ છે એટલે જસ્ટિન ટ્રૂડો એક કાંકરે બે પક્ષી મારી રહ્યાં છે. એક તરફ ખેડૂતોના સાથી હોવાનો દાખડો કરે છે અને બીજી બાજુ કેનેડાની પોતાની વોટ બેંકને સુરક્ષિત રાખે છે.