લગ્ન સમારંભો અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું….

ગુજરાતમાં કોરોના મહામારીના કાળા કેર વચ્ચે લગ્ન સમારંભમાં પોલીસની પરવાનગી લઈને લગ્નનાં કાર્યક્રમો કરવાની ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે તંત્રવાહકો દ્વારા લગ્ન પ્રોગ્રામમાં 100 લોકોને જ છૂટ આપવામાં આવી છે. આ પહેલા લગ્ન સમારંભમાં 200 લોકોને છૂટ આપવામાં આવી હતી.

પરંતુ હવે લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ એ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, દિવસે યોજાનારા લગ્નપ્રસંગમાં પોલીસની મંજૂરીની જરૂર નથી. લગ્ન પ્રસંગમાં મંજૂરી મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કહ્યું કે, રાજ્યમાં યોજાતા લગ્નપ્રસંગમાં દિવસે પોલીસની મંજૂરીની જરૂર નથી. પરંતુ લગ્ન પ્રસંગમાં વરઘોડા અને બેન્ડવાજા પર પ્રતિબંધ યથાવત રહેશે. ત્યાં જ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં આયોજન ન કરવા પણ તેમને સૂચના આપી છે.

આ દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી છે. દરમિયાન રાજકોટમાં બનેલી ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરતા પ્રદીપસિંહે કહ્યું કે, એ.કે. રાકેશ આ મામલે ત્રણ દિવસમાં અહેવાલ રજૂ કરશે. અને તપાસ માટે SITની રચના કરાઈ છે. ઘટનામાં બેદરકારી અને આગના કારણોની તપાસ થશે.

જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લગ્ન સમારંભોમાં કેટલા લોકો જાય છે અને ત્યાં જાનૈયાથી લઇ અન્ય લોકો માસ્ક પહેરી રહ્યા છે કે નહી તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવે છે કે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો લગ્ન સમારંભ દરમિયાન કોરોના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન નહી કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવશે.