શ્રીનગરનાં HMT વિસ્તારમાં આતંકીઓ કર્યો હુમલો, બે જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ શ્રીનગરમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ ગુરુવારે બપોરે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ સૈનિકોને આર્મી બેઝ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને સૈનિકો શહીદ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. દરમિયાન, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને તે ત્યાંથી ફરાર થઈ ગયા. હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

કાશ્મીરના આઈજીએ કહ્યું કે સુરક્ષા બળો પર ત્રણ આતંકીઓએ ગોળીબાર કર્યો છે. તેમણે કહ્યું કે સાંજ સુધીમાં અમે સ્પષ્ટ કરીશું કે આ હુમલા પાછળ કયા આતંકીઓનો હાથ છે. હાલમાં જાણવા મળ્યું છે કે આ ત્રણમાંથી બે પાકિસ્તાની અને એક સ્થાનિક છે. હુમલો કર્યા બાદ ત્રણેય એક કારમાં નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.