ગુજરાતમાં કોરોનાનાં નવા 1560 નવા કેસ, કુલ કેસ 2,03,509, વધુ 16નાં મોત, કુલ મૃત્યુઆંક 1560

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1560 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,03,509 પર પહોંચી ગયો છે. પાછલા ચોવીસ ક્લાકમાં 16 દર્દીઓએ અંતિમ શ્વાસલીધા છે. કુલ મૃત્યુઆંક 1560 પર પહોંચી ગયો છે. જ્યારે 1302 દર્દીઓએ કોરોનાને પરાજ્ય આપ્યો છે.

રાજ્યમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા છે.

રાજ્યમાં સાજા થવાનો કુલ આંક 1,85,058 પર પહોંચ્યો છે. રાજ્યનો સાજા થવાનો દર 90.93 ટકા છે. હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,529 પર પહોંચી છે. જેમાં 92 લોકો વેન્ટિલેટર પર છે અને 14,439 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 3922 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 દર્દી, સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે.