‘નિવાર’ વાવાઝોડાના કારણે તામિલનાડુ-પોંડિચેરીમાં ભારે વરસાદઃ દરિયો તોફાની

બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમમાં ગંભીર ચક્રવાત ‘નિવાર’ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ છેલ્લા ૬ કલાક દરમિયાન ૬ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે વધી રહ્યું છે અને આજે બપોરે ર-૩૦ વાગ્યે બંગાળની ખાડીમાં દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત રહેશે. આ વાવાઝોડાની અસરથી તામિલનાડુ અને પોંડિચેરીના અનેક વિસ્તારોમાં મંગળવારથી વરસાદ શરૃ થઈ ગયો છે. એનડીઆરએફ, તટરક્ષક દળ, ફાયર વિભાગ સહિત વિભિન્ન રાજ્યો અને કેન્દ્રિય એજન્સીઓના કર્મચારીઓની તૈનાતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવી છે. તોફાનને ધ્યાનમાં રાખીને તામિલનાડુ અને પોંડિચેરીમાં બુધવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી છે. વાહનવ્યવહાર સ્થગિત કરાયો છે.

તામિલનાડુના સીએમએ કહ્યું કે બુધવારે રાજ્યમાં સામાન્ય રજા છે, પરંતુ જરૃરી સેવાઓ સાથે જોડાયેલા લોકો કામ કરશે. હવામાન વિભાગે કહ્યું કે બુધવારે તો તોફાનની અસરથી તામિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલના મોટાભાગના વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થાનો પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તામિલનાડુના મુખ્યમંત્રી અને પોંડિચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, તેમજ તોફાન અંગેની માહિતી મેળવી તથા કેન્દ્ર દ્વારા તમમ શક્ય મદદ કરવાની બાહેંધરી આપી હતી.

એનડીઆરએફના પ્રમુખ એસ.એન. પ્રધાને કહ્યું કે તે અત્યાધિત તીવ્રતાવાળા તથા તમામ ભીષણ ચક્રવાત તોફાન માટે તૈયાર છે. તોફાન પ. બંગાળથી દક્ષિણ તટરેખા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે અમે આના પર નજર રાખી રહ્યા છીએ અને અસરગ્રસ્ત રાજ્યો સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યા છીએ.

સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને આ ૧ર૦ થી ૧૩૦ કિ.મી. પ્રતિકલાકની સ્પીડવાળા અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોંડિચેરીમાં આ આફતનો સામનો કરવા એનડીઆરએફના ૧ર૦૦ બચાવકર્મીઓ તૈનાત છે. જ્યારે ૮૦૦ અન્ય તૈયાર રાખવામાં આવ્યા છે. ચક્રવાત બુધવારે સાંજ સુધીમાં પહોંચે તેવી શક્યતા છે.