કોરોનાને લઈ હાર્દિક પટેલે સર્વદળીય બેઠકની કરી માંગ, ગુજરાત સરકારને પૂછ્યા આ સવાલો

હાર્દિક પટેલે કોરોનાના વધી રહેલા સંક્રમણને મામલે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. રાજ્ય સરકારને કોંગ્રેસી નેતાએ કોરોનાને લઇને અનેક પ્રશ્નો પૂછ્યા છે. વધતા કોરોના સંક્રમણને લઇ હાર્દિક પટેલે સર્વદળીય બેઠક બોલવવાની સરકાર પાસે માંગ કરી છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના સવાલો

  • ત્રણ મહિના પહેલા ગુજરાતમાં દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા 1450 આવતી હતી અને આજે પણ 1450 કેસ આવે છે તો ત્યારે કર્ફ્યુ કે લોકડાઉન નહિ પરંતુ હાલ કેમ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તો આંકડાઓ ખોટા છે કે સરકારના નિયમો.. ?
  • આ ઉપરાંત ગુજરાતમાં દર્દીઓની સંખ્યામાં પણ પેટર્નમાં જ બતાવવામાં આવી રહી છે શરૂઆતમાં 400થી 450 કેસ, ત્યારબાદ ત્રણ મહિના 900થી 950 કેસ અને છેલ્લા કેટલાંક સમયથી 1400થી 1450 દર્દીઓની સંખ્યા બતાવવામાં આવી રહી છે.આથી આંકડાઓમાં કંઇક તો ગરબડ છે.
  • ગુજરાત સહિત કેન્દ્રની ભાજપા સરકારે લોકોને કોરોનાના મામલે અસત્ય પીરસવાનું જ કામ કર્યું છે. દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની છે. કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે પરંતુ ભાજપ સરકારે યોગ્ય કામગીરી કરી નહિ. હોસ્પિટલ, ડોક્ટર અને સ્વાસ્થય સુવિધાના મામલે સરકાર લાપરવાહ છે.