ગુજરાતમાં કોરોનાનાં નવા 1510 કેસ, કુલ કેસ બે લાખને પાર, વધુ 16નાં મોત, કુલ મૃત્યુઆંક 3892

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1510 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોનો આંકડો બે લાખને પાર થઈ ગયો છે. કુલ કેસોનો આંકડો વધીને 2,00,409 પર પહોંચી ગયો છે. રાજ્યમાં વધુ 16 દર્દીઓએ અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુઆંક વધીને 3892એ પહોંચ્યો છે. જ્યારે પાછલા ચોવીસ ક્લાક દરમિયાન 1286 લોકોએ કોરોનાને હરાવ્યો છે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશન 323, સુરત કોર્પોરેશન 219, વડોદરા કોર્પોરેશન 141, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર કોર્પોરેશન 38, ગાંધીનગર 36, ખેડા 32, પંચમહાલ 26, અમદાવાદ 24, નર્મદા 24, અમરેલી 23, ભરૂચ 21, જામનગર 21, મહીસાગર 21, આણંદ 19, દાહોદ 19, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 17, મોરબી 16, ભાવનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 13, કચ્છ 12, જુનાગઢ કોર્પોરેશન 10, નવસારી 9, ગીર સોમનાથ 8, જુનાગઢ 8, દેવભૂમિ દ્વારકા 5, તાપી 4, અરવલ્લી 3, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, વલસાડ 3, ડાંગ 2, પોરબંદર 2, બોટાદ 1 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 16 દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 12 લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશન 3 અને બોટાદ 1 વ્યક્તિએ દમ તોડયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,82,473 નાગરીકો સાજા થઈ ગયા છે.જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 14,044 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 94 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,950 સ્થિર છે.