બારડોલી: લિવ ઇનમાં રહેતા પ્રેમીએ કરી પોતાની પ્રેમિકાની ગળું દબાવી હત્યા

સુરત જિલ્લાના બારડોલીમાં લિવ ઈનમાં રહેતા યુવકs પ્રેમિકાની હત્યા  કરતા ચકચાર મચી ગઈ છે. હત્યા કર્યા બાદ પ્રેમિકાની લાશ ને પ્રેમીએ સસરાના ખેતરમાં દાટી દીધી હતી . પ્રેમિકા બીજી વખત ગર્ભવતી બનતા શંકાના આધારે પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. આ ઘટના બારડોલી તાલુકાના બાબેન ગામમાં બની હતી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાદ ગામેં રહેતા ચિરાગ સુરેશ પટેલ નામના યુવકના લગ્ન થયા હોવા છતાં ગામમાં જ રહેતી રશ્મિ કટારીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેના પગલે ચિરાગ અને રશ્મિ બારડોલીના બાબેન ગામે લક્ઝુરીયસ એપાર્ટમેન્ટના ફ્લેટનંબર 301માં ભાડેથી રહેતા હતા. બંનેના લિવ ઈન રિલેશનમાં એક ત્રણ વરસનું બાળક પણ છે . ત્રણેક માસ અગાઉ રશ્મિ ફરીથી ગર્ભવતી બનતા બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. અને ચિરાગ ને શંકા હતી કે રશ્મિના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો પિતા પોતે નહિ પણ અન્ય કોઈ છે. ઘટના આગળ વધે એ પેહલા વણાંક એવો આવ્યો કે દિવાળીનો તહેવાર હોય માતા પિતા રશ્મિને ઘરે બોલાવવા ફોન કર્યો પણ ફોન બંધ આવતા આખરે ગૂમ થવા અંગે બારડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી.

બીજા  દિવસે પરિણીતા રશ્મિના પરિવારજનો બાબેન સ્થિત ઘરે આવ્યા ત્યારે રશ્મિ મળી ન હતી. પરંતુ કામવાળી સાથે ત્રણ વર્ષનું બાળક હતું. પોલીસમાં ફરિયાદ આપતા બારડોલી પોલીસ પણ હરકતમાં આવી હતી. અને ચિરાગની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ચિરાગની અટક કરી આકરી પૂછપરછ કરતા ચિરાગ ભાંગી પડ્યો હતો અને કબૂલાત એવી કરી નાખી કે ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. કબૂલાત એ હતી કે નિષ્ઠુર ચિરાગે ગર્ભવતી રશ્મિને 14મી તારીખના રોજ ગળું દબાવી મારી નાખી અને સસરાના વાલોડ તાલુકાના નવા ફળીયા નજીક ખેતરમાં ખાડો ખોદી દાટી દીધી હતી.

ચિરાગે રશ્મિ અંગે ખુલાસો કરતા બારડોલી પોલીસ, ડીવાયએસપી રુપલ સોલંકી, એફ એસ એલ સહીતનો કાફલો ખેતર નજીક પહોંચી ગયો હતો . જ્યાં જેસીબીની મદદ વડે ખોદકામ કરતા રશ્મિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચિરાગ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ એસટીએસસીસેલના ડીવાયએસપીએ હાથ ધરી હતી . જોકે પ્રેમી અને પ્રેમિકાના વો ના કરૂણ અંજામમાં એક માતાનો જીવ ગયો જ્યારે એક માસૂમ બાળકે પોતાની માતાની મમતા ખોઈ નાખી જયારે બીજી બાજુ મૃતક રશ્મિના પેટમાં ગર્ભ પણ હોય એ બાળક પણ કદાચ એમજ કહેતું હશે કે આમાં મારો શું હતો વાંક….