ફિલ્મ અભિનેત્રી સના ખાને લાઈફ ટ્રેક બદલી નાંખ્યો, મૂફતી અનસ સાથે કર્યા નિકાહ, સુરતમાં યોજાયું રિસેપ્શન

બોલિવૂડ અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા પછી ગાંઠ વાળી લીધી છે. ‘જય હો’ એક્ટ્રેસ શુક્રવારે પરિવારના સભ્યોની હાજરીમાં મૌલાના મુફ્તી અનસ સાથે સુરતમાં નિકાહ કર્યા હતા. સના અને તેના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સના પોતાના પતિ સાથે લગ્નની કેક કાપતી જોવા મળી રહી છે. સના સુંદર વ્હાઇટ ગાઉનમાં સુંદર દેખાઈ રહી છે, જ્યારે મુફ્તી  અનસે સફેદ કુર્તા પાયજામા પહેર્યો છે. સનાનો વીડિયો જોયા પછી ચાહકો નવા લગ્ન કરેલા દંપતીને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

અભિનેત્રી સના ખાને સોશિયલ મીડિયા પર મનોરંજન ઉદ્યોગ છોડવાની જાહેરાત કરી હતી. સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ લખી, જેના કારણે ચાહકોનો આભાર માન્યો, તેમજ બોલિવૂડ છોડવાનું પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

સના ખાન અને મૂફતી અનસ વચ્ચે લાંબા સમયથી મિત્રતા બંધાઈ હતી. તે અવારનાવર સુરત પણ આવતી હતી. અંકલેશ્વરના મૌલાના અહેમદ લાટેે તેમના નિકાહ પઢાવ્યા હતા અને આજે સુરતમાં તેમનું મર્યાદિત લોકો સાથેનું રિસેપ્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. મૂફતી અનસની તિલાવત(કુરાન પઠન કરવું) સાંભળીને સના ખાને ત્યાર બાદ તેમનો સંપર્ક કર્યો હતો અને આખરે બન્ને પરણી ગયા છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા સના ખાને લખ્યું, ‘ભાઈઓ અને બહેનો, આજે હું તમારી સાથે મારા જીવનના એક મહત્ત્વના મુદ્દે વાત કરું છું. હું વર્ષોથી શોબિઝ ફિલ્મ ઉદ્યોગનું જીવન જીવી રહી છું અને આ સમયમાં મને મારા પ્રિયજનો તરફથી માન અને સંપત્તિ મળી છે, જેના માટે હું તેમનો આભારી છું, પરંતુ આ અનુભૂતિએ કેટલાક દિવસોથી મને કબ્જો કર્યો છે. શું એવું છે કે માણસનો વિશ્વમાં પ્રવેશવાનો હેતુ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ છે?

તેણે આગળ લખ્યું- “શું લાચાર અને નિરાધાર લોકોની મદદમાં પોતાનું જીવન પસાર કરવું નહીં કરવું જઈએ?” માણસે વિચારવું જોઈએ કે એને કોઈ પણ સમયે મોત આવી શકે છે અને મૃત્યુ પછી તેની સાથે શું થવાનું છે. હું આ બે પ્રશ્નોના જવાબો શોધી રહી છું, ખાસ કરીને આ બીજો સવાલ, મૃત્યુ પછી મારું શું થશે?’