અંકલેશ્વર: નશામાં છાકટા બની મિત્રોએ કરી યુવતીની છેડતી, તો યુવતીએ શિખવાડ્યો આવો પાઠ

અંકલેશ્વર ખાતે બર્થ ડે પાર્ટીમાં બોલાવી દારૂના નશામાં છાકટા બની પાંચ મિત્રોએ 17 વર્ષીય યુવતી સાથે શારીરિક અડપલા કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. થોડા દિવસ અગાઉ બનેલી ઘટનામાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે પાંચની અટકાયત કરી છે.

નશો ઉતરી ગયા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. અંકલેશ્વરમાં મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલી સગીરાને નશો કરાવી પાંચ મિત્રોએ શારીરિક અડપલાં કર્યા હતા. નશો ઉતર્યા બાદ ઘરે પહોંચેલી સગીરા હકીકત જણાવતા પોલીસે પાંચ યુવાનોની અટકાયત કરી હતી.