ગુજરાતમાં કોરોનાનાં નવા 1515 કેસ, કુલ કેસ 1,95,917, વધુ નવનાં મોત, કુલ મૃત્યુઆંક 3846

ગુજરાતમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાનાં નવા 1515 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 1,95,917 પર પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં વધુ નવ દર્દીઓએ અંતિમ શ્વાસ લેતાં કુલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ પાછલા ચોવીસ ક્લાક દરમિયાન કોરોનાને પરાજ્ય આપ્યો છે. સારા સમાચાર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં પાછલા ચોવીસ ક્લાક દરમિયાન રાજ્યમાં મોતનો આંકડો વધ્યો છે. રાજ્યમાં નવ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,78,786 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હાલની સ્થિતિએ 13,285 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 95 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,190 સ્થિર છે.