કરણ જોહર પર મધુર ભંડારકરોનો મોટો આરોપ, ફિલ્મનું ટાઈટલ જ ચોરી લીધું

વિવાદોમાં ફસાયેલા ફિલ્મ નિર્દેશક કરણ જોહરનો પર આરોપોનો સિલસિલો ચાલુ છે. નેપોટીઝમ વિવાદથી પીછો છૂટ્યો નથી ત્યાં તો કરણ પર ટાઈટલ ચોરવાનો આરોપ મૂકાયો છે. દિગ્દર્શક મધુર ભંડારકરે સોશિયલ મીડિયા પર પોતાના ટ્વિટ દ્વારા સનસનાટી મચાવી છે.

ભંડાકરકે કરણ જોહર પર તેની આગામી એક ફિલ્મનું ટાઇટલ ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.ખરેખર, કરણ જોહરની વેબ સિરીઝ ફેબ્યુલસ લાઇવ્સ ઓફ બોલિવુડ વાઇવ્સ રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ મધુરનું માનવું છે કે બોલિવૂડ વાઇફ એ તેના આગામી પ્રોજેક્ટ્સમાંથી એકનું નામ છે.

આવી સ્થિતિમાં મધુરને લાગવા માંડ્યું છે કે જો કરણની આ સિરીઝ રિલીઝ કરવામાં આવે તો તેના આગામી પ્રોજેક્ટને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. આ કારણોસર, તેણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે.

ટ્વિટમાં મધૂરે લખ્યું છે – કરણ જોહર અને અપૂર્વ મહેતાએ મને પૂછ્યું હતું કે શું તેઓ તેમની સીરીઝનું નામ બોલીવુડ વાઇફ રાખી શકે છે? મેં તેમને ના પાડી કારણ કે મારો એક પ્રોજેક્ટ તે જ નામ હેઠળ રજૂ થવાનો છે.

મધુરે આગળ લખ્યું છે કે તેણે પોતાની સિરીઝનું નામ ફેબ્યુલસ વાઇવ્સ ઓફ બોલિવુડ  રાખ્યું છે. મારા પ્રોજેક્ટને નુકસાન ન પહોંચાડો. મારી અપીલ છે કે તમે તમારી સિરીઝનું નામ બદલો.

મધુર ભંડારકરનું આ ટ્વિટ વાયરલ થયું છે. કરણ જોહર જેવા મોટા નિર્માતા પર આ પ્રકારનો ગંભીર આરોપ લગાવવી બધાને આશ્ચર્યજનક છે. કરણે હજી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જાણીતું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી, કરણ જોહરના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. કેટલીકવાર તેમના પર નેપોટીઝમ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવે છે, તો કેટલીક વખત તે ડ્રગ્સના વિવાદમાં ફસાઈ જાય છે. હવે મધુર ભંડારકરે પણ તેને અલગ મુશ્કેલીમાં મુકી દીધો છે.