21મીથી રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ,સુરત અને વડોદરામાં 21મી નવેમ્બરથી રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી છે.તેમણે જણાવ્યું કે કેન્દ્રની ટીમ આજે રાત્રે ગુજરાત આવશે.
લગ્નમાં 200 લોકોની યાદી પોલિસ સ્ટેશનમાં આપવી પડશેકોઇપણ વેપારી પોતાની દુકાન બહાર ભીડ એકઠી ન થવા દે, નહિં તો દુકાન સિલ કરવામાં આવશે. કેન્દ્રની ટીમ આજે રાત્રે ગુજરાત આવશેગુજરાત કોરોનાની પરિસ્થિતિ મુદ્દે કરવામાં આવશે ચર્ચા કરવામાં આવશે.
તેમણે જણાવ્યુંવકે રાજકોટ, સુરત, બરો઼ડામાં રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનો અમલ કરવામાં આવશે. રાજ્યના વધુ ત્રણ શહેરમાં રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

ગાંધીનગરથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા

ગાંધીનગરમાં 300 પથારી તૈયારી કરવામાં આવીઃ નીતિન પટેલ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલમાં વધારાની વિંગમાં કોરોના વોર્ડ પણ બનાવવામાં આવ્યો આ વોર્ડમાં 228 પથારી તૈયાર કરવામાં આવી, જેમાં 12 પથારી ભરેલી છેકીડીની હોસ્પિટલમાં કોવિડ19ની 160 પથારી વ્યવસ્થા કરી છે, જેમાં 35 પથારી આઇ.સી.યુ.સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે, ફક્ત 33 દર્દીઓ અત્યારે છેએસ.વી.પી. હોસ્પિટલમાં જગ્યા ખાલી, ખાનગી હોસ્પિટલમાં જગ્યા ખાલી છે.230 નોન ક્રિટિકલ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 971 નોન ક્રિટિકલ દર્દીઓ દાખલ થયા
અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલમાં 971 નોન ક્રિટિકલ દર્દીઓ દાખલ થયા છે, જે પૈકી 198 દર્દીઓ આઇ.સી.યુ.માં છે.અમદાવાદમાં 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં 60 જેટલી આઇ.સી.યુ. બેડ ખાલી છે.સોલા સિવિલ હોસ્પિટલમાં 400 પથારીઓ ખાલી છે, જ્યારે 50 આઇ.સી.યુ બેડ ખાલી છે.નવા વર્ષના દિવસે જ વિનંતી કરી હતી, કે તહેવારો દરમિયાન કોઈ નવા દર્દીઓ આવે તો સોલા હોસ્પિટલમાં લઈને આવે, ત્યા જગ્યા ખાલી છે.
વિવિધ પ્રકારની માંગણીઓ હોવા છતાં અમે લોકોની માંગણી ધ્યાનમાં લીધી નથી

વિવિધ પ્રકારની માગણીઓ હોવા છતાં અમે લોકોની માંગણી ધ્યાનમાં લીધી નથી. જેથી સંક્રમણ ઓછું થયું છે.ગુજરાતમાં ગઇ કાલે કોરોના પોઝિટિવ કેસ 1340 હતાા, જ્યારે આજે 1420 થયા છે. કુલ 80નો વધારો થયો છેટેસ્ટિંગ વધારે પ્રમાણમાં શરૂ કરી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં આજ રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશેઅમદાવાદ પોલીસ કમીશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંનવરાત્રીથી દિવાળી સુધી ગુજરાતમાં તહેવારનો માહોલઅગાઉથી જ રાજ્ય સરકારને શંકા હતી સંક્રમણ વધવાની