અલકાયદાના આતંકી અલઝવાહરીનું અસ્થમાનાં કારણે મોત, સારવાર ન મળી

અલકાયદાના ખૂંખાર આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ ઝવાહિરીનું અફઘાનિસ્તાનમાં નિધન થયું હતું. જવાહિરી ભયાનક આતંકવાદી સંગઠનનો વડા હતો, જેની જવાબદારી ઘણા વર્ષો પહેલા ઓસામા બિન લાદેનના ખભા પર હતી. અરબ ન્યુઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં  સૂત્રોને ટાંકીને ઝવાહિરીના મોતની નોંધ લીધી છે. અહેવાલમાં જણાવાયું છે કે ઝવાહિરીનું અસ્થમાથી મૃત્યુ થયું હતું અને અંતિમ ક્ષણમાં તેઓ સારવાર મેળવી શક્યો ન હતો.

થોડા સમય માટે અલ ઝવાહિરીના મોતની માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ઝવાહિરી છેલ્લે આ વર્ષે 9/11 ની વર્ષગાંઠ પર વિડિઓ સંદેશ આપતો જોવો મળ્યો હતો. અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ચાર સ્ત્રોતો સાથે વાત કરી હતી, જેમાંથી બેએ ઝવાહિરીના મોતની પુષ્ટિ કરી છે. જો કે, કોઈ પણ સ્રોતે મીડિયા કેમેરાની સામે આ સ્વીકાર્યું નથી અને ફક્ત રેકોર્ડ માહિતી આપી હતી.

અરબ ન્યૂઝ અનુસાર, જો અલ-ઝવાહિરીની મોતની પુષ્ટિ થાય છે, તો તે અલ કાયદા માટે મોટો ફટકો હોઈ શકે છે, કારણ કે તાજેતરમાં બે સિનિયર કમાન્ડરો કે જેઓ તેની જગ્યા લેવા માટે તૈયાર હતા પણ તેઓ માર્યા ગયા હતા. .

અલકાયદા સાથે હજી પણ ગાઢ સંબંધો ધરાવતા અલ કાયદાના અનુવાદકએ અહેવાલ આપ્યો છે કે ગવનીમાં ગત સપ્તાહે ઝવાહિરીનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે,તે (અલ-ઝવાહિરી) અસ્થમાથી મરી ગયો અને કોઈ સારવાર મેળવી શક્યો નહીં. અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારના પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ પણ જાણ કરી છે કે ઝવાહિરીનું મોત થયું છે.

તેમણે કહ્યું કે, “અમારું માનવું છે કે તે હવે જીવિત નથી.” સુરક્ષા અધિકારીએ તેનું નામ જાહેર કરવાની ના પાડી હતી. અલકાયદાના નજીકના સ્ત્રોતે અરબ ન્યૂઝને માહિતી આપી છે કે ઝવાહિરીના અંતિમ સંસ્કાર દરમિયાન ખૂબ ઓછા લોકો હાજર હતા.