આણંદ: મલ્ટી સ્ટેટ નકલી વિઝા રેકેટનો પર્દાફાશ

જુદા જુદા દેશોના બનાવટી વિઝા આપવાના મલ્ટી-સ્ટેટ રેકેટનો બુધવારે આણંદ પોલીસે ભાંડો ફોડ્યો હતો. વિજય કુમાર તરીકે ઓળખાતા દિલ્હીના શખ્સને તેના ઘરેથી 44 પાસપોર્ટ અને નકલી વિઝા સ્ટીકરો સાથે પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક આરોપી જયેશ પટેલની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. પટેલની પૂછપરછ કરતાં પોલીસને જાણ થઈ હતી કે દિલ્હી સ્થિત બનાવટી વિઝાનો ભેજાબાજ વિવિધ દેશોના બોગસ વિઝા બનાવવાનો વેપલો કરે છે. વિજય કુમાર સાથે અન્ય લોકો બોગસ વિઝાનું નેટવર્ટ ચલાવતા હતા. પોલીસે લખવિંદર નામના અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

આણંદ પોલીસના વિશેષ કામગીરી જૂથના ઇન્સ્પેક્ટર જે એન એન પરમારે જણાવ્યું હતું કે લખવિંદર પંજાબથી આવીને દિલ્હીમાં વસ્યો હતો. “અમે હજી એક વધુ વ્યક્તિની ધરપકડ કરી છે જે આ જ કૌભાંડમાં પણ સામેલ હતા, પરંતુ અમે જલ્દીથી તેને પકડવાની આશા રાખીએ છીએ.”
આણંદ પોલીસ અધિક્ષક અજિત રાજિયને કહ્યું કે કૌભાંડકારો દિલ્હીમાં જાહેર સ્થળોએ મળે છે અને પીડિતોના પાસપોર્ટની આપ-લે કરે છે અને નકલી વિઝા સ્ટીકરો સાથે વિવિધ દેશોના બોગસ વિઝા બાનવી આપતા હતા. કુમાર પાસેથી કેનેડા, યુનાઇટેડ કિંગડમ અને મલેશિયાના વિઝા સ્ટીકરો મળી કુલ 44 બોગસ વિઝા મળી આવ્યા હતા.

આરોપી વિજય કુમાર પાસેથી મળી આવેલા પાસપોર્ટ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ અન્ય રાજ્યો પંજાબ અને હરિયાણાના છે. અમને શંકા છે ત્યાં ઘણા વધુ ભોગ બન્યા છે જેની તપાસ ચાલી રહી છે.